નવરાત્રીમાં પ્રાચીન તેમજ અર્વાચીન રાસ ગરબાની ધૂમ મચાવતા યુવાનોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. રાસ-ગરબાની રમઝટ બોલાવવા માટે તબલા, ઢોલ, ઢોલક, હાર્મોનિયમ સહિતના વાજિંત્રોની જરૂરિયાત પડે છે. પરંતુ, છેલ્લા કેટલાક વર્ષોથી આ વાજિંત્રોની જગ્યા ઈલેક્ટ્રોનિક્સ ઇન્સ્ટ્રુમેન્ટ અને DJ ઓરકેસ્ટ્રાનું ચલણ વધતા પરિસ્થિતિ બદલાઈ છે.
નવરાત્રી દરમિયાન ઢોલ નગારા બનાવતાં કારીગરોની હાલત કફોડી - ahmedabad news
અમદાવાદઃ રાજ્યમાં નવરાત્રિને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે ખેલૈયાઓ, ગાયકો અને પાર્ટી પ્લોટના માલિકોની નવરાત્રીની તૈયારીઓ પુર્ણ થઈ ચૂકી છે.
Drum-makers in ahmedabad
અમદાવાદ કાલુપુર સ્વામિનારાયણ મંદિર પાસે વિસ્તારમાં ઢોલ તબલાંનું વેંચાણ કરતા ડબગર પરિવારના અનેક લોકો વાજિંત્રો મરામત કામ તેમજ વેંચાણ કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. તબલાનું ચામડું તેમજ શાહી બેસાડવાનું કામ કરતાં પરિવારના લોકોની હાલત નવરાત્રી સમયે ધંધા રોજગાર વગર બેહાલ બની છે.