ગુજરાત

gujarat

ETV Bharat / city

મહીસાગરમાં જન્મદિનની પાર્ટીના વાઇરલ વીડિયોમાં ભાજપનો કોઈ કાર્યકર્તા નથી : ભરત પંડ્યા

ભાજપનાં પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, મહીસાગર જિલ્લાના વીરપુરમાં જન્મદિવસની ઉજવણી સાથે દારૂ પાર્ટીની ઘટનાને ભાજપ સખ્ત શબ્દોમાં વખોડી નાંખે છે. આ અશોભનીય, નિંદનીય છે. લોકડાઉન હોય કે ન હોય કોઈપણ પરિસ્થિતિમાં આ પ્રકારની ઘટના ચલાવી ન લેવામાં નહીં આવે.

BJP spokesperson Bharat Pandya
ભાજપ પ્રવક્તા ભરત પંડ્યા

By

Published : Jul 12, 2020, 10:29 PM IST

અમદાવાદઃ ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ભાજપ મહીસાગર જિલ્લા પ્રમુખ જે.પી પટેલ સાથે વાત કરીને જાણકારી મેળવી હતી અને તેમાં ખાસ સ્પષ્ટતા કરી છે કે, આ ઘટના સાથે ભાજપને કોઈ લેવાદેવા નથી.

મહીસાગરમાં જન્મદિનની પાર્ટીના વાઇરલ વીડિયોને લઇ ભાજપ પ્રવક્તાએ કરી સ્પષ્ટતા

વાઇરલ થયેલા વીડિયોમાં દેખાતા વ્યક્તિઓમાંથી કોઈપણ ભાજપનો હોદેદાર કે સક્રિય સભ્ય સુદ્ધા નથી. ભાજપ સ્પષ્ટ માને છે કે, આ પ્રકારની કોઈપણ ઘટનામાં કાયદાએ કાયદાનું કામ કરવું જ જોઈએ.

સોશિયલ મીડિયામાં તો બધાં ફોટાઓ પડાવતાં હોય છે. તેને આધારે ભાજપનાં હોદ્દેદાર કે સીધાં સંગઠન સાથે જોડાયેલા છે, તેવો કોંગ્રેસનો આક્ષેપ અયોગ્ય અને ખોટો છે.

ભાજપ આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે અને આ લોકો સામે દાખલો બેસે તે રીતે કડક પગલાં લેવાં સરકાર અને પોલીસતંત્રને અપીલ કરે છે.

  • જુઓ શું હતી આ સમગ્ર ઘટના...

કવન પટેલ તલવારથી કેક કાપતા જોવા મળ્યા હતા, જે અંગે વીડિયો થયો હતો વાઇરલ

મહીસાગરના સ્થાનિક ધારાસભ્ય અજિતસિંહ ચૌહાણે વીડિયો વાયરલ થયા બાદ વીરપુર પોલીસને જાણ કરી

વાંચો વધુ સમાચારઃબિયરની રેલમછેલમ અને તલવારથી કેક કાપતો વીડિયો થયો વાઇરલ...

ABOUT THE AUTHOR

...view details