ગુજરાત

gujarat

ETV Bharat / city

repeal farm law: કાયદાઓ ખેડૂતોના હિત માટે હતા પણ સમજાવવામાં અને સમજવામાં ક્યાંક ચૂંક થઈ છે: આરોગ્યપ્રધાન ઋષિકેષ પટેલ - આરોગ્યપ્રધાન ઋષિકેષ પટેલ

કૃષિ કાયદાઓ પરત ખેંચવાની જાહેરાત (return farm law) કરાયા બાદ રાજકીય પ્રક્રિયાઓનો દોર શરૂ થયો હતો. આ મામલે રાજ્યના આરોગ્યપ્રધાને પણ નિવેદન (Statement of Hrishikesh Patel) આપ્યું હતું. આરોગ્યપ્રધાન ઋષિકેષ પટેલે આ કાયદાઓ ખેડૂતોના હિત માટે હતા પણ સમજાવવામાં અને સમજવામાં ક્યાંક ચૂંક થઈ હોવાની વાત કરી હતી.

repeal farm law
repeal farm law

By

Published : Nov 20, 2021, 7:35 AM IST

  • કૃષિ કાયદા પરત મામલે આરોગ્યપ્રધાનનું નિવેદન
  • ખેડૂતોના હિતમાં જ કાયદા હતા
  • સમજાવવમાં અને સમજવામાં ક્યાંક ચૂક થઈ છે: ઋષિકેશ પટેલ

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) શુક્રવારે દેશને સંબોધન કરતાં કૃષિ કાયદાઓ પરત (return farm law) ખેંચવાની જાહેરાત કરી હતી. આ કાયદા પરત ખેંચવાનાને લઈને રાજકીય પ્રક્રિયાઓનો દોર શરૂ થયો હતો. આ મામલે રાજ્યના આરોગ્ય પ્રધાને (Statement of Hrishikesh Patel) પણ નિવેદન આપ્યું હતું.

કૃષિ કાયદા રદ્દ મામલે આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલનું નિવેદન

આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ કાયદા પાછા ખેચ્યાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દેશને સંબોધન કર્યું હતું

આરોગ્યપ્રધાન ઋષિકેષ પટેલે (Statement of Hrishikesh Patel) આ કાયદાઓ (return farm law) ખેડૂતોના હિત માટે હતા પણ સમજાવવામાં અને સમજવામાં ક્યાંક ચૂંક થઈ હોવાની વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) શુક્રવારે દેશને સંબોધન કર્યું હતું, જેમાં દેવદિવાળી અને ગુરુનાનક જયંતીની શુભેચ્છા પાઠવી હતી તેમજ ત્રણ કૃષિ કાયદાને પરત લેવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો: chhath pooja 2021: એવુ તે શું થયું કે, પ્રધાનોને કૂદવા પડ્યા ઘાટના દરવાજા

કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા ઠેરઠેર ઉજવણી કરાઈ

આરોગ્યપ્રધાન ઋષિકેષ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, કાયદાઓ (return farm law) ખેડૂતોના હિતમાં હતા એવું મારું સ્પષ્ટ માનવું છે પરંતુ સરકારને સમજાવવામાં અથવા તો ખેડૂતોને સમજવામાં ક્યાંક અમુક લોકોને ભૂલ થઇ હોય તેવું લાગી રહ્યું છે. હાલ પૂરતો આ કાયદા ઉપર અને ક્યાં છે અને આવનારા સમયમાં ખેડૂતોના હિત માટે અનેક કલ્યાણકારી કાર્યો તેમજ નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવશે. હાલ તો ખેડૂતોમાં એક ખુશીની લાગણી જોવા મળી છે. બીજી તરફ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા ઠેરઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. જ્યારે ખેડૂતોની જીત થઇ છે અને સરકાર તેમની સામે ઝૂકી ગઈ છે.

ABOUT THE AUTHOR

...view details