અમદાવાદ:નિકોલ ખાતે યોગ શિબિરમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ યોગ (Statement of Baba Ramdev on Agneepath) કર્યા હતા તેમજ બાબા રામદેવ દ્વારા લોકોને યોગા કરવા માટે આહવાન કરવામાં આવ્યું (Yoga Camp In Ahemedabad) હતું. આ સાથે યોગથી થતા ફાયદા અંગે રામદેવે લોકોને જણાવ્યું હતું. આ વર્ષે અમદાવાદમાં એક લાખ કરતાં પણ વધુ લોકો યોગામાં જોડાયા છે.
'વિરોધ કરવાનો સૌને અધિકાર છે', બાબા રામદેવનું અગ્નિપથ પર નિવેદન આ પણ વાંચો:અને આ રીતે રાજેન્દ્રભાઈને દિકરાના વિયોગે બનાવ્યા 3000 બાળકોના પાલક પિતા
બાબા રામદેવનુ અગ્નિપથ પર નિવેદન:આ યોગ શિબિર દરમિયાન બાબા રામદેવ અગ્નિપથ ઉપર મહત્વનું નિવેદન આપ્યું (Baba Ramdev on Agneepath Sceem) હતું કે, જેમ ભારતમાં હિન્દુ મુસ્લિમ મંદિર મસ્જિદ અને હવે અગ્નિપથ ચાલી રહ્યું છે, ત્યારે અગ્નિપથ ઉપર વિરોધ કરવાનો સૌને અધિકાર છે પણ રાષ્ટ્રીય સંપત્તિને નુકશાન ન થાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે, આ માટે સંયમ રાખવો જરૂરી છે અને યોગથી સંયમ આવશે.
આ પણ વાંચો:ભરૂચમાં આ ત્રણ આઈકોનીક સ્થળે થશે વિશ્વ યોગ દિવસની ઉજવણી, તૈયારીઓ પૂર જોશમાં
યોગથી થતાં ફાયદા: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે, યોગ કરવાથી શરીર સારું રહે છે, તેમજ ટેન્સન દૂર થાય છે અને સ્ફુર્તી આવે છે. આ યોગ શિબિરમાં યોગ કરવા માટે લોકો મોટી સંખ્યામાં આવ્યા હતા. યોગથી થતાં ફાયદા (Benefits of Yoga) અંગે યોગ ગુરુ બાબા રામદેવે લોકોને જાગૃત કર્યા હતા.