- અમદાવાદ શહેરમાંથી મસ્ત મોટું ઝડપાયું જુગારધામ
- દરિયાપુર વિસ્તારમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલે પાડ્યા દરોડા
- 150થી વધુ જુગારીઓ 7 અલગ અલગ બિલ્ડીંગમાં રમતા હતા જુગાર
અમદાવાદ: શહેરના દરિયાપુર વિસ્તારમાં ચાલતા જુગારધામ પર ફરી એક વખત પોલીસે દરોડા પાડયા હતા. દરિયાપુરની તંબુ ચોકી કે જે 500 મીટર પણ નહીં આવેલી હોય ત્યાં દરિયાપુર પોલીસ સ્ટેશન (Dariapur Police Station) 1 કિલો મીટરના અંતરે આવેલું છે. જેની નજીકમાં જ મનપસંદ જિમખાનામાં કેટલાક જુગારીઓ જુગાર રમી રહ્યા હોવાની ચોક્કસ બાતમી સ્ટેટ મોનીટરીંગને મળતાની સાથે જ દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા કરતાની સાથે જ સમગ્ર વિસ્તારમાં ભારે નાસભાગ મચી ગઈ હતી અને દરોડા દરમિયાન પોલીસના હાથે જે લાગ્યું તે પણ ચોંકાવનારું જોવા મળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, દરોડા (Raid) દરમિયાન પોલીસને ચોક્કસ માહિતી મળતી મળી હતી કે, એક બિલ્ડીંગ નહીં પરંતુ સાત અલગ અલગ બિલ્ડિંગમાં જુગારધામો ધમધમી રહ્યા છે. શહેર વિસ્તારમાં રહેણાંક મકાન છતાં આટલી મોટી સંખ્યામાં જુગારીઓ અહીં જુગાર રમતા હતા. જેની સ્થાનિક પોલીસના બદલે સ્ટેટ મોનીટરીંગ સેલ (State Monitoring Cell) દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. જેને લઇને સ્થાનિક પોલીસ સ્ટેશન પર પણ અનેક શંકાઓ ઉપજાવી રહી છે.
આ પણ વાંચો: સુરતમાં જુગારધામ પર સ્ટેટ વિજીલન્સની ટીમે દરોડો પાડ્યો, 100 જેટલા જુગારીઓ ઝડપાયા
સ્ટેટ મોનીટરીંગ સેલ સ્કોડ દ્વારા 7 અલગ અલગ બિલ્ડીંગમાં ડિલિવરી બોય બનીને પાડવામાં આવ્યા દરોડા
શહેરમાં ઓનલાઈન ફૂડ (Food online)નું માર્કેટ ધીમે ધીમે વધી રહ્યું છે. કોવિડ-19 (Covid) પરિસ્થિતિ બાદ સામાન્ય લોકો ઓનલાઈન ફૂડ સૌથી વધારે મંગાવી રહ્યા હોય છે. ત્યારે એવામાં દરિયાપુરમાં ચાલતા સૌથી મોટા જુગારધામ (Gambling Den)પર દરોડા પાડવાના ઓપરેશનની સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓને જાણ થતાં તેઓએ એક ચોક્કસ પ્લાન તૈયાર કર્યો હતો. જેમાં સૌથી પહેલા કેટલી જગ્યાએ અને કઈ કંઈ બાજુ જુગારધામ છે તે નક્કી કરવામાં આવ્યું હતું.
જેના આધારે નિશ્ચિત માણસો નક્કી કર્યા હતા. જેઓને ડિલિવરી બોય બનાવવામાં આવ્યા હતા. કોઈ સામાન્ય સ્વિગી, ઝોમેટો અથવા અન્ય ફૂડ ડિલિવરી નહિ પરંતુ આ પોલીસ ડિલિવરી હતી. જેઓ તમામ 7 અલગ અલગ બિલ્ડીંગમાં પહોંચી ફૂડ પેકેટ ડિલિવરી કરવા આવેલા હોવાનું જણાવી 150થી વધુ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. જેની જાણ સ્ટેટ મોનીટરીંગ સેલ જ્યોતિ પટેલ Dyspને થતાં તેઓ પણ સ્પબ્ધ રહી ગયા હતા. તેઓ સમગ્ર ઓપરેશનમાં બેકઅપ પલાનમાં થોડા દૂર રહેલા હતા. પરંતુ 150થી વધુ જુગારીઓ ઝડપાયા હોવાનું જાણવા મળતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
મનપસંદ ચેરીટેબલ ટ્રસ્ટમાં પણ કરવામાં આવી કાર્યવાહી
સમગ્ર દરોડામાં સૌથી મોટી ચોંકાવનારી વાત તે સામે આવી હતી કે, જુગારધામ મનપસંદ ચેરીટેબલ ટ્રસ્ટ (Manpasand Charitable Trust)ના નેજા હેઠળ ચાલી રહી હતું. જે ટ્રસ્ટમાં પણ જુગાર રમાઇ રહ્યો હતો જેને લઈ સ્ટેટ મોનીટરીંગ સેલે ત્યાં પણ કડક કાર્યવાહી કરી હતી. જો કે, આ ટ્રસ્ટ કોના નામે રજીસ્ટ્રેશન થયેલું છે. ક્યાં કામોને આધારે રજીસ્ટર થયું છે તે અંગે થઈ તપાસ કરવામાં આવે તો કદાચ મસ્તમોટું કૌભાંડ પણ બહાર આવી શકે છે. ચોંકાવનારી બાબત એક એ પણ હતી કે, જુગારધામ પર જુગાર રમવા આવતા લોકોને તમાકુ, નાસ્તા સહિત તમામ સવલતો આપવામાં આવતી હતી. જેમાં પાણીની બોટલ પણ મનપસંદ ચેરીટેબલ ટ્રસ્ટની પ્રિન્ટિંગ થયેલી બોટલ આપવામાં આવતી હતી.
અમદાવાદ શહેર પોલીસ અને સ્થાનિક એજન્સી શું આંખ આડા કાન કરી રહી છે ?