ગુજરાત

gujarat

ETV Bharat / city

પ્રદેશ ભાજપ દ્વારા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સ્વંયસેવક અભિયાનની પ્રદેશ સ્તરીય બેઠક યોજાઇ

ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંધની કાર્યકારીણી બેઠક યોજાઈ હતી જેમાં કોરોનાની ત્રીજી લહેર અંગેની વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી.

bjp
પ્રદેશ ભાજપ દ્વારા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સ્વંયસેવક અભિયાનની પ્રદેશ સ્તરીય બેઠક યોજાઇ

By

Published : Aug 12, 2021, 1:35 PM IST

● ભાજપની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સ્વંયસેવક અભિયાનની પ્રદેશ સ્તરની બેઠક યોજાઇ
● કોરોનાની ત્રીજી લહેરને લઈને તૈયારીઓ
● 92 હજાર જેટલા સ્વાસ્થ્ય સેવકોનું રજીસ્ટ્રેશન

અમદાવાદ: ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સ્વયંસેવક અભિયાનની પ્રદેશ કાર્યકારિણી બેઠક યોજાઇ હતી. જેમાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શિવપ્રકાશ અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર તેમજ અન્ય હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા લેવલે 04 વ્યક્તિઓ અને બુથ લેવલે 02 વ્યક્તિઓને પ્રશિક્ષણ

આ બેઠકમાં કોરોનાની સંભવીત ત્રીજી લહેર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સ્વયંસેવક અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. 28 જુલાઈના રોજ સમગ્ર દેશના બધા રાજ્યોની ટીમ દિલ્હી આવી હતી. તેમને પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતુ 10 ઓગસ્ટ સુધીમાં બધા રાજ્યોમાં પ્રશિક્ષણ વર્ગ થાય તે પ્રમાણે આયોજન કરવામાં આવ્યું છે. આજે 11 ઓગસ્ટના રોજ ગુજરાતમાં પણ પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક જિલ્લામાંથી ચાર કાર્યકરો જેમાં એક ડૉક્ટર, એક મહિલા, અને એક કાર્યકર તેમજ સોશિયલ મીડિયાના એક કાર્યકર ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર દ્વારા સંભવિત કોરોનાની ત્રીજી લહેર માટે પ્રશિક્ષણ આપવામાં આવ્યુ હતું. સમાજને કેવી રીતે મદદરૂપ થવાય ? શું પગલાં લેવાય ? લોકોને કેવી રીતે માર્ગદર્શન અપાય ? તેનું માર્ગદર્શન અપાયું હતું.

પ્રદેશ ભાજપ દ્વારા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સ્વંયસેવક અભિયાનની પ્રદેશ સ્તરીય બેઠક યોજાઇ

આ પણ વાંચો:સુરત OBC આરક્ષણ બીલને અમે આવકારીએ છીએ,આર્થિક અને સામાજિક રીતે સર્વે થવો જોઈએ:હાર્દિક પટેલ

કોરોનાની ત્રીજી લહેર માટે સરકારની તૈયારીઓ

કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા માટે હોસ્પિટલના ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે દૈનિક મહત્તમ કેસ બીજી લહેરમાં 14,605 હતા. જ્યારે ત્રીજી શહેરમાં 25 હજાર કેસ સુધીની પ્લાનિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી લહેરમાં એક્ટિવ કેસ 1,48,000 હતા. ત્રીજી લહેરમાં 2.50 લાખ સુધીના કેસની પ્લાનિંગ વ્યવસ્થા કરાઈ છે. ઓક્સિજન બેડ બીજી લહેરમાં સમગ્ર રાજ્યમાં 61,000 ઉપલબ્ધ હતા. જ્યારે ત્રીજી લહેરમાં 1,10,000 ઓક્સિજન બેડની વ્યવસ્થા કરાઈ છે. આઈસીયુ બેડ 15,000 હતા, જ્યારે ત્રીજી લહેર માટે 30,000ની વ્યવસ્થા કરવામાં આવી છે. વેન્ટિલેટર 07 હજારથી વધારીને 15 હજાર કરવામાં આવ્યા છે. બાળકો માટે 1000 વેન્ટિલેટર ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. ઓક્સિજન પ્લાન્ટ 24 થી વધારીને 400 કરવામાં આવશે. ઓક્સિજનનો મહત્તમ વપરાશ 1150 મેટ્રિક ટનથી વધારીને 1800 મેટ્રિક તન કરવામાં આવશે. ગુજરાત સરકારના પબ્લિક સેકટર દ્વારા ઓક્સિજનનું ઉત્પાદન 400 મેટ્રિક ટન કરવામાં આવશે. ઓક્સિજન કોન્સનટ્રેટર પણ 700 થી વધીને 10 હજાર કરવામાં આવ્યા છે. સ્પેશિયાલિસ્ટ ડોક્ટર જે 2350 હતા તે 4000 કરવામાં આવ્યા છે. એમબીબીએસ ડોક્ટર 5200થી વધારીને 10,000 કરવામાં આવ્યા છે. નર્સોની સંખ્યા 12,000 થી વધારે 22,000 કરવામાં આવી છે. વર્ગ-4ના સ્ટાફની સંખ્યા 08 હજારથી વધારીને 15,000 કરવામાં આવી છે. તેમજ સહાયક સ્ટાફ 04 હજારથી વધારીને 10 હજાર કરાયો છે.

આ પણ વાંચો: રાજકોટના નિરાલી રિસોર્ટમાં લાગી આગ, 8 પરપ્રાંતિય કર્મચારી દાઝ્યા

જિલ્લા, મંડળ અને બુથ લેવલે આયોજન

કાર્યક્રમમાં સ્વાસ્થ્ય સ્વયંસેવક અભિયાનના પ્રદેશ ઇન્ચાર્જ રજની પટેલે જણાવ્યું હતું કે, સી આર પાટીલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં 02 લાખ જેટલા સ્વાસ્થ્ય સ્વયંસેવકો તૈયાર થાય ટીવી આશા છે. મંડળ લેવલથી બુથ લેવલે આ કાર્ય થશે. બુથ લેવલ માટે એક મહિલા અને એક પુરુષ એમ બે વ્યક્તિ કાર્ય કરશે. તેમજ મંડળ અને જિલ્લા લેવલ ચાર વ્યક્તિઓને નિયુક્તિ કરવામાં આવશે. જિલ્લા લેવલે આ પ્રશિક્ષણ 18 ઓગસ્ટ સુધીમાં પૂર્ણ થશે. ઉપરાંત યોગસેવક શીશપાલજીએ યોગ અંગે પણ મહત્વની જાણકારી આપી હતી.

ABOUT THE AUTHOR

...view details