- ગુજરાતના આરોગ્ય પ્રધાન નિતીન પટેલ કોરોના સંક્રમિત
- અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં કારાયા દાખલ
- સવારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના કાર્યક્રમમાં હતા હાજર
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાનો કાળો કહેર વર્તાઇ રહ્યો છે. આજે શનિવારે ગાંધીનગર સચિવાલયમાં રાજ્યના આરોગ્યપ્રધાન અને નાયમમુખ્યપ્રધાન નિતીન પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાં પ્રાથમિક માહિતી પ્રમાણે આરોગ્યપ્રધાન નિતીન પટેલ કોરોના સંક્રમિત થયા બાદ તેઓને સારવાર અર્થે અમદાવાની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે રાજ્યના નાયબમુખ્યપ્રધાન નિતીન પટેલે ટ્વીટ કરીને માહિતી આપી હતી.
- કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના કાર્યક્રમમાં રહ્યા હતા હાજર
ગાંધીનગરના કોલવડા ખાતે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ઓક્સિજન પ્લાન્ટના લોકાપર્ણ કાર્યક્રમમાં ભાગ લેવાના હતા, તે પહેલા જ નિતીન પટેલ પ્રોટોકોલ પ્રમાણે પહેલેથી જ આવી પહોંચ્યા હતા અને સમગ્ર કાર્યક્રમ દરમિયાન તેઓ હાજર રહ્યા હતા. જ્યારે આજના કાર્યક્રમમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ગાંધીનગર કલેક્ટર કુલદિપ આર્યા અને ગાંધીનગર પ્રભારી સુનયના તોમર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
આ પણ વાંચોઃ કેન્દ્રિય શિક્ષા પ્રધાન રમેશ પોખરિયાલ નિશંક કોરોના સંક્રમિત
- નિતીન પટેલને યુ.એન. મહેતા હોસ્પિટલમાં કારાયા દાખલ
વર્તમાન પરિસ્થિતીને જોતા અમદાવાદ શહેરમાં કોરોનાના દર્દીઓ માટે ક્યાંય જગ્યા નથી. પરંતુ પ્રોટોકોલ પ્રમાણે અમદાવાની યુ.એન. મહેતા હોસ્પિટલમાં પ્રધાનો અને અધિકારીઓ માટેની જગ્યા રિર્ઝવ રાખવામાં આવે છે. તેને ઘ્યાને લઇને રાજ્યના નાયબમુખ્યપ્રધાન અને આરોગ્ય પ્રધાન નિતીન પટેલને યુ.એન.મહેતા હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને કોરોનાની સારવાર શરૂ કરવામાં આવી છે.