અમદાવાદઃ હાઈકોર્ટમાં શાળા-સંચાલકો તરફે રજૂઆત કરવામાં આવી કે વિધાર્થીના વાલીઓની આર્થિક સ્થિતિ જોઈને ટયુશન ફીમાં 10 ટકાથી 100 ટકા સુધીની રાહત આપી શકાય. જોકે આમાં પાછળથી ઘર્ષણની શકયતા હોવાથી હાઈકોર્ટે આ રજૂઆતને નકારી દીધી હતી. બીજી તરફ વાલી મંડળે રાજ્ય સરકારની ટયુશન ફી માં 25 ટકા ફ્લેટ ઘટાડાની માગનો સ્વીકાર કર્યો હતો. એપિડેમીક એકટને ધ્યાનમાં રાખીને ઘણા રાજ્યોની સરકારના નિયમોનું શાળાઓએ પાલન કર્યું છે.
ટયૂશન ફી ઘટાડા મુદ્દે રાજ્ય સરકાર સ્વતંત્ર નિણર્ય લે - હાઈકોર્ટ - ગુજરાત સરકાર
કોરોના મહામારીમાં જારી કરાયેલા લૉકડાઉનને લીધે સ્કૂલ માત્ર ટ્યુશન ફી વસૂલી શકશે અને આ અંગે સરકાર અને સેલ્ફ સ્કૂલ ફેડરેશન સાથે બેસીને નિણર્ય ન લઈ શકતાં રાજ્ય સરકાર દ્વારા દાખલ કરાયેલી અરજી મુદ્દે શુક્રવારે ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ નિર્દેશ આપતા કહ્યું કે સરકાર સ્વતંત્ર રીતે ફી નક્કી કરી આ મુદ્દે ઠરાવ રજૂ કરે અને દરેક શાળાએ ઠરાવનું પાલન કરવાનું રહેશે.
![ટયૂશન ફી ઘટાડા મુદ્દે રાજ્ય સરકાર સ્વતંત્ર નિણર્ય લે - હાઈકોર્ટ ટયૂશન ફી ઘટાડા મુદ્દે રાજ્ય સરકાર સ્વતંત્ર નિણર્ય લે - હાઈકોર્ટ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8849797-thumbnail-3x2-school-fee-7204960.jpg)
હાઈકોર્ટમાં સરકારની પિટિશનમાં પક્ષકાર તરીકે જોડાવવા માટે ગુજરાત વાલી મંડળ તરફથી એડવોકેટ વિશાલ દવે દ્વારા કરાયેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે શાળા-સંચાલકો રાજ્ય સરકારના ટયુશન ફી માં 25 ટકાના ઘટાડા મુદ્દે વાત માની રહ્યાં નથી, જેથી રાજ્ય સરકાર 38 દિવસ વીતી ગયા છતાં નવો ઠરાવ બહાર પાડી શકી નથી.રાજ્યની 38 શાળાઓ ટયુશન ફીમાં 25 ટકા ઘટાડો કરવા બાબતે રાજ્ય સરકાર સાથે સહમત પણ થઈ ગઈ છે. આ 38 શાળા પૈકી 20 શાળાઓ સુરતની છે. આ અંગે વહેલી તકે નિણર્ય લેવાની પણ અરજી રજુઆત કરવામાં આવી છે. હાઈકોર્ટમાં શાળા સંચાલકો દ્વારા હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરવામાં આવ્યું જેમાં ફી ઓછી કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. ગરીબ વર્ગના વિધાર્થીની ફી માફી કરવામાં આવશે જોકે બધાની ફી ઘટાડવામાં નહિ આવે તેવી રજુઆત શાળા સંચાલકો દ્વારા કરવામાં આવી હતી. ચાલુ વર્ષે FRC નિયમ પ્રમાણે ફી વધારો મેળવ્યું નથી ત્યારે ગરીબ વર્ગના વિદ્યાર્થીઓની ફી માફી કરીશું પરંતુ તમામ વિદ્યાર્થીઓની ઘટાડવામાં નહીં આવે.
રાજ્ય સરકાર તરફથી હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે ૧૭મી ઓગસ્ટ અને ૨૦મી ઓગસ્ટના રોજ રાજ્ય સરકારે શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની આગેવાનીમાં ફેડરેશન ઓફ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ સાથે બેઠક યોજી ટ્યુશન ફી માં ૨૫ ટકા સુધીનો ઘટાડો કરવાની ભલામણ કરી હતી જોકે શાળા સંચાલકો દ્વારા વાલીઓની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને રાહત આપવાની વાત કરવામાં આવી હતી.20મી ઓગસ્ટના રોજ યોજવામાં આવેલી બેઠકમાં પણ શાળા સંચાલકોએ ટ્યુશન ફી સિવાય અન્ય ફી ન વસૂલવાની વાતનો સ્વીકાર કર્યો નથી, જેથી ગુજરાત હાઇકોર્ટ તેમને યોગ્ય નિર્દેશ આપે. નોંધનીય છે કે ગુજરાત હાઈકોર્ટે ફી મુદ્દે નવો ઠરાવ રજૂ કરવા માટે શાળા સંચાલકો અને રાજ્ય સરકારને સાથે બેસીને નિર્ણય લેવાનો આદેશ કર્યો હતો જોકે આદેશને ૧૫ દિવસ જેટલો સમય વીતી ગયો છતાં કોઈ નિર્ણય લેવાયો નથી અને રાજ્ય સરકારે શાળા સંચાલકો સામે હાઇકોર્ટમાં અપીલ અરજી કરી છે.ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઈકોર્ટે શાળા સંચાલકોને અગાઉ કોઈ પણ પ્રકારની ફી ન વસૂલવાનો હુકમ કર્યો હતો, જેની સામે ફેડરેશન ઓફ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલએ હાઇકોર્ટમાં અરજી કરી હતી અને શાળાને તથા તેના સ્ટાફના ખર્ચને પહોંચી વળવા માટે આર્થિક મદદની જરૂર માંગ કરતી અરજી પર કોર્ટે ટ્યુશન ફી વસૂલ કરવાનો આદેશ કર્યો હતો. આ મુદ્દે રાજ્ય સરકાર સાથે બેસીને નવો ઠરાવ રજૂ કરવાનો આદેશ કર્યો હતો જોકે એમ ન હતા હવે રાજ્ય સરકાર દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.