- મ્યુકરમાઇકોસીસ ના મુદ્દે થયેલી અરજીમાં રાજય સરકારનું સોગંદનામું
- રાજ્યમાં ઘાતક મ્યુકરમાઇકોસીસના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો઼
- સરકારી ચોપડે રોજના 10થી ઓછા કેસ
અમદાવાદ: રાજ્યમાં રોજના 150 કેસના બદલે હવે રોજના 10થી ઓછા કેસ આવે છે. વધુમાં સારવાર માટે હોસ્પિટલ્સમાં અલગથી વોર્ડ બનાવાયા છે અને ઇન્જેક્શનનો પૂરતો જથ્થો પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. વધુમાં સરકારે પોતાનો પક્ષ મુકતા જણાવ્યું હતું કે, પ્રજાના વિશ્વાસ અને સહકાર વિના મહામારી સામેનું યુદ્ધ લડવું શક્ય નથી. આ સામે સરકારના પ્રયાસો સાથે લોકોનો સહકાર પણ એટલો જ જરૂરી છે. કેસોમાં અચાનક વધારો થાય તો પણ રાજ્ય સરકાર તૈયાર હોવાની સોગંદનામામાં રજૂઆત કરવામાં આવી છે.
આ પણ વાંચો:સિવિલમાં મ્યુકરમાઇકોસીસના 371 કેસ, 24 કલાકની અંદર 34 સર્જરી કરાઈ
કેટલા ઇન્જેક્શનસ ઉપલબ્ધ તેનો પણ કરાયો ઉલ્લેખ
લીપોસોમલ એમફોટેરિસીન-બી ઇન્જેક્શન વિષયે માહિતી આપતા સરકારે જણાવ્યું છે કે, કુલ 1,58,438 ઇન્જેક્શનનો ઓર્ડર આપ્યો છે. જયારે કુલ 85,018 ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ થયો છે. આ સામે 59,273 ઇન્જેશનની વહેચણી કરાઈ છે. હાલમાં 25,745 ઇન્જેક્શન ઉપલબ્ધ છે. જયારે લ્યોફિલિઝડ એમફોટેરિસીન-બી ઇન્જેક્શનનો ઓપનિંગ સ્ટોક 1,744 તેમજ 1,91,430 ઇન્જેક્શનનો ઓર્ડર આપ્યો છે. કુલ 1,21,144 ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ થયો છે. કુલ 76,153 ઇન્જેશનની વહેચણી કરાઈ. હાલમાં 46,735 ઇન્જેક્શન ઉપલબ્ધ છે.
આ પણ વાંચો: અમદાવાદ સિવિલમાં કોરોના, મ્યુકરમાઇકોસીસ અને ગેંગરિનના પણ કેસ જોવા મળ્યા
એમફોટેરેસીન-બી ઇમલશન ઇન્જેક્શન
કુલ 6,293 ઇન્જેક્શનનો ઓર્ડર આપવામાં આવ્યો હતો, જેમાંથી કુલ 6,293 ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ થયો છે. જયારે કુલ 3,950 ઇન્જેશનની વહેંચણી કરવામાં આવી છે અને હાલમાં 2,343 ઇન્જેક્શન ઉપલબ્ધ છે. આ સિવાય એમફોટેરિસીન-બી લિપિડ ઇન્જેક્શનના કુલ 10,093 ઇન્જેક્શનનો ઓર્ડર આપ્યો છે. કુલ 7,046 ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ થયો જેમાંથી કુલ 4,140 ઇન્જેશનની વહેચણી કરાઈ છે. હાલમાં 2,906 ઇન્જેક્શન ઉપલબ્ધ હોવાનો દાવો સરકારે કર્યો હતો.