અમદાવાદઃ કોરોના વાઈરસથી અમદાવાદ સહિત ગુજરાતમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે સરકાર પ્રાઇવેટ હોસ્પિટલો સાથે વ્યવસ્થાપન કરવામાં નિષ્ફળ નીવડી છે. આ મુદ્દે હાઇકોર્ટે પણ રાજ્ય સરકારને ફટકાર લગાવી છે. કોરોના ગ્રસ્ત ગંભીર દર્દીઓને ઇમ્યુનિટી વધારવા માટે એક વિશિષ્ટ પ્રકારનું ઈન્જેકશન આપવામાં આવે છે. જેની સામાન્ય રીતે કિંમત 30,000 રૂપિયા હોય છે. પરંતુ સરકાર દ્વારા આ ઇંજેક્શન દર્દીઓને આપવામાં આવી રહ્યું નથી. બીજી તરફ ઊંચા ભાવે તેની કાળાબજારી થઈ રહી છે. આ અંગે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને હાઇકોર્ટના એડવોકેટ આનંદ યાજ્ઞિકે સરકાર પર આક્ષેપ કર્યો છે કે, સરકાર પાસે ઇન્જેક્શન હોવા છતાં તેઓ દર્દીઓને આપી રહી નથી.
રાજ્ય સરકાર કોરોનાના દર્દીઓને ઇમ્યુનિટી વધારવા ઇન્જેક્શન ન આપીને કરી રહી છે દર્દીઓની સરકારી હત્યા: જીગ્નેશ મેવાણી અને આનંદ યાજ્ઞિક - કોરોના વાઈરસ ન્યૂઝ
કોરોના વાઈરસથી અમદાવાદ સહિત ગુજરાતમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે સરકાર પ્રાઇવેટ હોસ્પિટલો સાથે વ્યવસ્થાપન કરવામાં નિષ્ફળ નીવડી છે. આ મુદ્દે હાઇકોર્ટે પણ રાજ્ય સરકારને ફટકાર લગાવી છે.
બીજી તરફ કોરોનાની સારવાર કરતી સરકારી તેમજ પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ ફક્ત યુવા દર્દીઓને જ જીવ બચાવવા માટે ઇન્જેક્શન રૂપિયા ખર્ચીને મળી રહ્યા છે. જ્યારે ગરીબો અને વૃદ્ધોને સરકાર મોતના મુખમાં ધકેલી રહી છે.
આનંદ યાજ્ઞિકે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા નાગરિકોનું આ એક પ્રકારનું ખુન જ છે. આજ મુદ્દે આગામી સમયમાં આનંદ યાજ્ઞિક દ્વારા એક સ્પેશિયલ અરજી પણ કરવામાં આવશે.
આમ એક તરફ કોરોના વાઈરસની કોઈ રસી કે, દવા શોધાઇ નથી. ત્યારે બીજી તરફ સરકાર દર્દીઓને ઇન્જેક્શન પૂરા પાડવામાં નિષ્ફળ ગઈ છે. ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આ મુદ્દે સિવિલ હોસ્પિટલના સાથે અને ઇન્ચાર્જ ડોક્ટર સાથે પણ વાત કરી હતી અને તેનું રેકોર્ડિંગ તેમને મીડિયા સમક્ષ ઉપસ્થિત કર્યું હતું. જો ધારાસભ્યની રજૂઆતથી પણ જરૂર ઇન્જેકશનના મળતું હોય તો સામાન્ય માણસનું શું?