- રાજ્ય સરકારે ભાવિના પટેલને 03 કરોડનો પુરસ્કાર આપ્યો
- રમત અને યુવા પ્રધાન હર્ષ સંઘવી પહોંચ્યા ખેલાડીના ઘરે
- ભાવિના દ્વારા અપાયેલા સૂચનો ઉપર ધ્યાન અપાશે
અમદાવાદ : હર્ષ સંઘવીએ ભાવિના અને તેના પરિવારની મુલાકાત લીધી હતી. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતની દીકરીએ દેશનું ગૌરવ વધાર્યું છે. ભાવીનાએ અમદાવાદમાં ટેબલ ટેનિસની ટ્રેનિંગ લીધી હતી. નાના ઘરમાં લોકડાઉન દરમિયાન એક રૂમને ભાવિનાએ પ્રેક્ટિસ રૂમમાં કન્વર્ટ કર્યો હતો. તેઓ ઓલમ્પિકમાં જતા પહેલા પણ તેજ રુમમાં પ્રેક્ટિસ કરતી હતી.
રાજ્ય સરકારનો આભાર વ્યકત કર્યો
રાજ્ય સરકારે દેશ અને રાજ્યનું ગૌરવ વધારવા બદલ ભાવિના પટેલને ત્રણ કરોડનો ચેક આપવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા, ત્યારે ખેલ મહાકુંભ થકી ગામડાના નાના ખેલાડીઓને મોટા પ્લેટફોર્મ પર લાવવાનું કાર્ય કર્યું હતું. ભાવિનાએ પુરસ્કાર બદલ રાજ્ય સરકાર અને મુખ્ય પ્રધાનનો આભાર માન્યો હતો.