અમદાવાદ :રાજ્ય સરકાર ડિજિટલ ગુજરાતના નિર્માણ માટે પ્રયત્નશીલ તરીકે આગળ વધી રહી છે, ત્યારે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમએ (GSRTC) ડિજિટલ પહેલ દ્વારા નાગરિકોની સુવિધામાં (Facilities for ST Bus Passengers) વધારો કર્યો છે. જે અંતર્ગત હવે પ્રવાસીઓ ST બસનું ભાડું (Digital Service in ST) ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ દ્વારા ચૂકવી શકશે.
GSRTC દ્વારા પ્રવાસીઓને લઈને સુવિધામાં કર્યો વધારો આ પણ વાંચો :GSRTC બસો ઉપડી ગયા બાદ એજન્ટો ટ્રિપ કેવી રીતે કેન્સલ કરાવતા જૂઓ
શું ઉપલબ્ધ કર્યું -પ્રવાસીઓ ST બસનું ભાડું ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ દ્વારા ચૂકવી શકશે. GSRTC એ નિગમની 65 વોલ્વો અને AC કેટેગરીની પ્રીમિયમ બસોમાં પ્રાયોગિક ધોરણે ડેબિટ, ક્રેડિટ કાર્ડ, QR કોડ સાથે POS મશીન દ્વારા ટિકિટિંગની સુવિધા શરૂ કરી છે. રાજ્યના વિવિધ 95 સ્ટેશનો પર વાઈફાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ST નિગમ પ્રાયોગિક ધોરણે પ્રીમિયમ બસોમાં સ્વાઇપ મશીન દ્વારા પ્રવાસીઓને (Tourist ST Bus Fare Online) ટિકિટ આપે છે. જેમાં પ્રવાસીઓ તેના ડેબિટ, ક્રેડિટ કાર્ડ અથવા POS મશીનમાંથી QR કોડ દ્વારા ટિકિટ મેળવી શકશે.
આ પણ વાંચો :LRD Exam Gujarat 2022: LRDની પરીક્ષાને લઈને પરિવહન નિગમની મહત્વની જાહેરાતા, વધારાની ST બસો મુકાશે
Axis અને Paytm ના મશીનો ખરીદાયા -મળતી માહિતી મુજબST બસના પ્રવાસીઓની ફરિયાદ જોવા મળતી હતી કે, ડિજિટલ યુગમાં ST નિગમ રોકડેથી વ્યવહારો કરવાનો આગ્રહ રાખે છે. જેને ધ્યાને લઈને ST નિગમે તેની પ્રીમિયમ બસોમાં Axis અને Paytmનાડિજિટલ મશીનો ખરીદ્યા છે. જેમાં ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને ક્યુ આર કોડ સ્કેન કરીને હવે ટિકિટ ખરીદી શકાશે. ST બસના જુના મશીનોમાં (Tickets to Tourists in ST) આ પ્રકારની સુવિધા ઉપલબ્ધ નહોતી.