- પહેલાં દિવસે ઇન્વેસ્ટરોએ સ્ટાર્ટઅપ ફેરની મુલાકાત લેવામાં ઓછો રસ દાખવ્યો
- આત્મનિર્ભર ભારત અંતર્ગત વિદ્યાર્થીઓને મળી રહે તેવી આશા
- 25 ઇનોવેટિવ સ્ટાર્ટઅપનું ડિસ્પ્લે યોજાયું પરંતુ બપોર સુધીમાં 100 લોકો જ આવ્યાં
અમદાવાદઃ ગુજરાતની વિવિધ કોલેજોના ઈંક્યુબેશન સેન્ટરમાં સિલેક્ટ થયેલા અને ત્યાર બાદ તૈયાર થયેલા સ્ટાર્ટઅપનું ડિસ્પ્લે એલ.ડી. એન્જીનિયરીંગ કોલેજ (Ahmedabad LD Engineering College ) ખાતે સ્ટાર્ટઅપ મેગા ઇવેન્ટમાં (Startup Fair in Ahmedabad) કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓને માર્કેટમાં લઈ જવાના હેતુસર ફંડિંગ (Startup funding) મળી રહે તે હેતુથી આ ફેર યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓ તેમના સ્ટાર્ટઅપ અહીં રજૂ કર્યા હતા ત્યારે ઈન્વેસ્ટર પણ સ્ટાર્ટઅપને જોવા માટે કેમ્પસમાં પહોંચ્યા હતાં. જો કે 107 ઈન્વેસ્ટર આજે આવ્યાં હતાં. કહી શકાય કે પહેલા દિવસે સ્ટાર્ટઅપ ફેરની મુલાકાત લેવામાં ઓછા લોકોએ રસ દાખવ્યો હતો.
ઈંધણ બચાવતી અને એક્સરસાઇઝ માટે ઈલેક્ટ્રીક ટ્રેડમિલ સાયકલ
Startup Fair in Ahmedabad માં વી.આઈ.ટી. તમિલનાડુ કોલેજના અને પીડીપીયુ ઈંક્યુબેશન સેન્ટરના (PDPU Incubation Center) વિદ્યાર્થીઓએ ઈલેક્ટ્રીક ટ્રેડમિલ (Electric treadmill) સાયકલ બનાવી છે. જેની વિશેષતા વિશે વિદ્યાર્થી ધ્રુવ શાહે કહ્યું કે, pdpu ઈંક્યુબેશન સેન્ટરમાંથી અમે છ વિદ્યાર્થીઓની ટીમે સાયકલ બનાવી છે. આ સાયકલ ઈલેક્ટ્રીક બેટરીથી ચાલે છે. પાંચ કલાક બેટરી ચાર્જ કરતાં 70 કિલોમીટર જેટલું અંતર સાયકલ પર બેસી કાપી શકાય છે. ઘણા એવા લોકો છે કે જેઓ સમયના અભાવે કસરત કરી શકતાં નથી જેથી ટ્રેડમિલ ફીટ કરવામાં આવ્યું છે. જેના પર ચાલી એક્સરસાઇઝ (Exercise) પણ કરી શકાય છે. જે તેની બીજી વિશેષતા છે. ટૂંકમાં સાયકલની બીજી વિશેષતા એ છે કે તેનાથી ઈંધણ બચે છે અને એક્સરસાઇઝ કરી શકાય છે.