અમદાવાદ:આજથી અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે (BJP Chintan Shibir 2022) ભાજપની બે દિવસીય ચિંતન બેઠકનો પ્રારંભ થયો (BJP Chintan Shibir Nalsarovar) છે. બેઠક ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાશે. બેઠકમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, ગુજરાત ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અને ભાજપના રાષ્ટ્રીય સહ કોષાધ્યક્ષ સુધીર ગુપ્તા ઉપસ્થિત રહેશે
આજથી ભાજપની બે દિવસીય ચિંતન બેઠક શરૂ, અમિત શાહ રહેશે ઉપસ્થિત - Gujarat Region President
ગુજરાતમાં વહેલી ચૂંટણીની(Gujarat Assembly elections 2022) ચિંતા વચ્ચે ભાજપની બે દિવસીય ચિંતન બેઠકનો પ્રારંભ થયો છે. આ ચિંતન શિબિર (BJP Chintan Shibir Nalsarovar) ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાશે.
બોર્ડ નિગમના ચેરમેન અને ડિરેક્ટરને લઈને થઈ શકે ચર્ચા: બેઠકનો મુખ્ય ઉદ્દેશ ગુજરાત સરકાર દ્વારા પાછલા વર્ષોમાં (Discussion Gujarat Assembly election) કરવામાં આવેલી કામગીરી, લોકો સુધી પહોંચેલી યોજનાઓ, ચૂંટણીઓમાં ભાજપ તરફી લોકોનું વલણ, તેમજ આગામી વિધાનસભાની ચૂંટણીઓને લઇને રણનીતિ (Gujarat Assembly elections 2022) ઘડવાનો રહેશે. આ ઉપરાંત ગુજરાતમાં ખાલી પડેલ બોર્ડ નિગમના ડિરેકટર અને ચેરમેનના નામ પણ સાંસદો અને ધારાસભ્યો પાસેથી મંગાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો:Swasthya Chintan Shibir 2022: સરકાર સાચી કે WHO, શું બોલ્યા મનસુખ માંડવિયા.
રાષ્ટ્રીય નેતૃત્વમાં બેઠક:દેશના વિવિધ રાજ્યોમાં ચૂંટણીઓ પૂર્ણ થઈ ચૂકી છે, ત્યારે હવે બધા જ રાજકીય પક્ષોનું ધ્યાન ગુજરાત પર છે. ગુજરાતમાં સત્તા જમાવી રાખવા અને વધુ મજબૂત રીતે સત્તા મેળવવા પ્રદેશ ભાજપ તૈયાર થઈ ચૂક્યું છે, તેની જ કામગીરીની આ બેઠક છે.