- ધોરણ 6થી 8 ના વર્ગો કરાયા શરૂ
- વિદ્યાર્થીઓની સુરક્ષાનું રખાશે પૂર્ણ ધ્યાન
- માસ્ક, સેનેટાઈઝર સહિત કોરોના ગાઈડલાઈનનું પાલન ફરજીયાત
ગાંધીનગરઃ રાજયમાં કોરોનાના કહેરને લઈ માર્ચ 2020થી સ્કૂલ, કોલેજ બંધ કરવામાં આવી હતી. પરંતુ હવે કોરોનાનું સંક્રમણ ઘટતા ફરી શાળાઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે 11 મહિના બાદ ગુરૂવારથી પ્રાથમિક સ્કૂલમાં ધોરણ 6 થી 8 ના વર્ગોને ખોલવાની સરકાર દ્વારા પરવાનગી મળતાં બાળકો શાળાએ આવ્યાં હતા.
વિદ્યાર્થીઓની સુરક્ષાનું રખાશે પૂર્ણ ધ્યાન 40ની કેપેસિટીમાં 10 બાળકોને જ ક્લાસમાં બેસાડાશે
ધોરણ 6 થી 8 ના બાળકોને કુલ 40 ની કેપેસીટી વાળા ક્લાસમાં 10 બાળકોને જ બેસાડવામાં આવશે. સાથે જ બાળકોને પાણીની બોટલ પણ ઘરેથી લઈને આવે તે અંગે પણ સૂચના આપવામાં આવી છે. ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સનું પણ ચોક્કસ પણે પાલન કરવામાં આવશે.
વિદ્યાર્થીઓની સુરક્ષાનું રખાશે પૂર્ણ ધ્યાન શાળાઓ ફરી વિદ્યાર્થીઓના અવાજથી ગૂંજી ઉઠી
મહત્વનું છે કે, છેલ્લા 11 મહિનાથી બંધ રહેલી શાળાઓ ફરી વિદ્યાર્થીઓના અવાજથી ગૂંજી ઉઠી છે, ત્યારે કોરોનાનું સંક્રમણ વિદ્યાથીઓમાં ન ફેલાય તે માટે કોરોના ગાઈડલાઈનનું ચોક્કસ પાલન કરવાનું રહશે.