- રાજ્યના અને આર્મીના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા આપવામાં આવશે તાલીમ
- કુલ 127 જેટલા ડોકટરોની એક મહિના સુધી અપાશે તાલીમ
- કોરોનાની ત્રીજી લહેરમાં ડોક્ટરો 200 બેડની હોસ્પિટલો સંભાળી શકે તે માટે સક્ષમ બનાવાશે
અમદાવાદ: રાજ્યમાં કોરોનાની મહામારી અટકવાનું નામ લઈ રહી નથી. કોરોનાની બીજી લહેર બાદ કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે હવે અમદાવાદમાં આવેલી ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં ડોક્ટરોને ટ્રેનિંગ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.
ત્રીજી લહેર માટે ડોક્ટરોને કઈ રીતે સક્ષમ બનાવવા પર ચર્ચા કરાશે
આ ટ્રેનિંગમાં ખાસ કરીને ત્રીજી લહેર માટે ડોક્ટરોને કઈ રીતે સક્ષમ બનાવવા અને ત્રીજી લહેર સામે કઈ રીતે લડવું તે સહિતના વિવિધ મુદ્દા પર ચર્ચા કરી ડોક્ટરોને તાલીમ આપવામાં આવશે.
ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં ડોક્ટરો માટે સર્ટીફીકેટ કોર્ષ કરાયો શરૂ આ પણ વાંચોઃઆર્મીના ડોકટરોએ પૂર્વી લદ્દાખમાં 16,000 ફૂટની ઉંચાઇ પર એક જવાનની સર્જરી કરી
આ કોર્સમાં કુલ 127 જેટલા ડોક્ટરોને ટ્રેનિંગ આપવામાં આવશે
"ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં હાલ કાર્યરત તબીબો કે જે કોવિડ દર્દીઓની સારવાર કરી રહ્યા છે. તેમના માટે ખાસ સર્ટીફીકેટ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીના સહયોગથી શરૂ કરવામાં આવેલા આ કોર્સમાં કુલ 127 જેટલા ડોક્ટરોને ટ્રેનિંગ આપવામાં આવશે. એક સેશનમાં 30 ડોક્ટરોને ટ્રેનિંગ અપાશે. તેમ વિવિધ અલગ-અલગ સેસન્સ ગોઠવવામાં આવશે.
ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં ડોક્ટરો માટે સર્ટીફીકેટ કોર્ષ કરાયો શરૂ ટ્રેનિંગ પ્રોગ્રામમાં થિયરી અને પ્રેક્ટિકલ સહિતના મુદ્દા પર ખાસ ધ્યાન અપાશે
ધનવંતરી કોવિડ હોસ્પિટલના એડિશનલ મેડિકલ સુપરિટેન્ડન્ટ ડો. બિમલ મોદીએ કહ્યું હતું કે, ટ્રેનિંગ પ્રોગ્રામમાં થિયરી અને પ્રેક્ટિકલ સહિતના મુદ્દા પર ખાસ ધ્યાન આપવામાં આવશે. પ્રેક્ટીકલ સેશનમાં 15-15 ડોક્ટરોની ટીમ બનાવી ICU વોર્ડમાં દર્દીઓનું લાઈવ મોનીટરીંગ કરી ટ્રેનિંગ આપવામાં આવશે."
નિષ્ણાંત તબીબો દ્વારા ડોક્ટરોને તાલીમ આપવામાં આવશે
સમગ્ર ટ્રેનિંગ પ્રોગ્રામમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાંત તબીબો દ્વારા ડોક્ટરોને તાલીમ આપવામાં આવશે. ખાસ કરીને કોરોનાની ત્રીજી લહેર અંગે ડોક્ટરોને તૈયાર કરવા માટે આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે.
ઓક્સિજન અને ICU કેર માટે પણ ખાસ ટ્રેનિંગ આપવામાં આવશે
ત્રીજી લહેરમાં બાળકો પર વધારે અસર થશે, તેવું નિષ્ણાતો દ્વારા માનવામાં આવી રહ્યું છે. જેને ધ્યાનમાં રાખીને પીડીયાટ્રીક વિભાગ પર વધુ ધ્યાન આપવામાં આવશે અને તેને લઈને ડોક્ટરોને ખાસ તાલીમ પણ આપવામાં આવશે. ઓક્સિજન અને ICU કેર માટે પણ ખાસ ટ્રેનિંગ આપવામાં આવશે.
ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં ડોક્ટરો માટે સર્ટીફીકેટ કોર્ષ કરાયો શરૂ આ પણ વાંચોઃકોરોના બાદ વડોદરામાં મ્યુકોરમાઇકોસીસથી એક દર્દીનું મોત, SSG હોસ્પીટલમાં અલગ વોર્ડ સાથે ડોક્ટરોની ટીમની નિમણુંક
એક ડોક્ટર 200 બેડની હોસ્પિટલ સંભાળી શકે તેવો સક્ષમ બની શકે
DRDO અને ગુજરાત સરકારના સહયોગથી ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન કરી આ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. જેનો મુખ્ય હેતુ છે કે, કોરોનાની ત્રીજી લહેર માટે ડોક્ટરોની અછત સર્જાઇ રહી છે. ડોક્ટરોની અછત ના સર્જાય તે માટે વિવિધ નિષ્ણાત ડોક્ટરો દ્વારા ટ્રેનિંગ આપી 127 ડોક્ટરોને તૈયાર કરવામાં આવશે. આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ છે કે, એક ડોક્ટર 200 બેડની હોસ્પિટલ સંભાળી શકે તેવો સક્ષમ બની શકે.