- કીટાણુઓનો નાશ કરવા નવું સ્ટાર્ટઅપ
- સપાટી કીટાણુમુક્ત કરવા ઉપયોગી સ્ટાર્ટઅપ પ્રોડક્ટ
- 3 મહિના સુધી સપાટીને રાખે છે કીટાણુમુક્ત
અમદાવાદઃ હાલમાં ગુજરાતમાં કોવિડ-19 કેસમાં વધઘટ જોવા મળી રહી છે. ઓક્ટોબર મહિનામાં રાજ્યમાં કોરોનાના 1,70,000 કેસની સંખ્યા થઇ છે અને રાજ્યમાં 3,700થી વધુ લોકોએ જીવ ગુમાવ્યાં છે.
- કોરોનાથી બચવા માટે ઉપયોગી છે આ ટેકનોલોજી
રાજ્યમાં કોવિડ-19 હોટસ્પોટ્સમાં પણ વધારો થયો છે, જેનું મુખ્ય કારણ નાગરિકો દ્વારા સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકાનું સખ્તાઇથી પાલન ન કરવું અને માસ્ક ન પહેરવું. આ સ્થિતિમાં કામચલાઉ ધોરણે વાઇરસની સામે લડવા માટે દેશને એક અસરકારક સોલ્યુશનની આવશ્યકતા છે. આ સ્ટાર્ટઅપ ત્રણ મહિના સુધી વાઇરસ ટકે નહીં તેની ખાતરી સાથે એન્ટી-માઇક્રોબાયલ ટ્રીટમેન્ટ પ્રદાન કરે છે તેમજ વાઇરસને પુનઃઅસ્તિત્વમાં આવતા રોકે છે. તેનાથી વિવિધ જાહેર સ્થળો અને ઘરની અંદર સુરક્ષિત અને સલામત માહોલનું નિર્માણ કરી શકાય છે.
સપાટીને કીટાણુમુક્ત રાખવા અમદાવાદના બે યુવકોનું સ્ટાર્ટ અપ
કોરોના મહામારી વચ્ચે અમદાવાદના યુવાન ઇનોવેટર્સે કોવિડ-19 વાઇરસ અને કીટાણુઓ સામે લડવા માટે એક વિશિષ્ટ ટેક્નોલોજીકલ સોલ્યુશન વિકસાવ્યું છે. કોરોના વાઇરસના કહેર વચ્ચે વિવિધ સંશોધનો થઈ રહ્યાં છે તેમાં વિવિધ સપાટીઓને કીટાણુમુક્ત કરવા માટે જે પદ્ધતિઓ અંગે સંશોધનો થઈ રહ્યાં છે તેમાં ટેકનોલોજીનો સહારો લેવામાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદના બે યુવકોનું આ સ્ટાર્ટઅપ પણ નવી આશા લઇને આવ્યું છે.
કોઈપણ સ્થળ કીટાણુમુક્ત કરતું અમદાવાદના બે યુવકોનું સ્ટાર્ટ અપ