- અમદાવાદ કલેક્ટર કચેરીમાં દિવ્યાંગોએ બનાવેલી ચીજવસ્તુનો લગાવાયો સ્ટોલ
- ઈન્ટેલેક્ચ્યુઅલ ડિસેબલ બાળકો દ્વારા બનાવાયેલ વસ્તુઓ સરકારી સંસ્થામાં વેચાશે
- અમદાવાદ જિલ્લા કલેક્ટરનો અનોખો અભિગમ
અમદાવાદઃ જિલ્લા કલેકટર કચેરીમાં ઈન્ટલેક્ચ્યૂઅલ ડિસેબલ્ડ બાળકો દ્વારા બનાવવામાં આવેલી વસ્તુઓ વેચવામાં આવી રહી છે. આ માટે એક સ્ટોલ પણ શરૂ કરાયો છે. અહીં દિવાળીમાં ઉપયોગી વસ્તુઓ જેવી કે, દીવા, કવર, ગૃહ અને ઓફિસ સુશોભનની વસ્તુઓ, સ્ટેશનરી, પાઉચ, ડ્રાયફ્રૂટ, પેકિંગ ગિફ્ટ બોક્સ, 3D ફલાવર પોટ અને નાઈટ લેમ્પ વગેરે ઉપલબ્ધ છે.
આ પણ વાંચો-જૂનાગઢના 'સુખ પરિવાર' દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓને સંગીતના સાધનો ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા
રાજ્યના પૂર્વ મુખ્યસચિવ પી.કે.લહેરી આ સંસ્થાના ચેરમેન છે
અમદાવાદમાં નેહરુબ્રિજ ખાતે બી. એમ. ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થ નામની સંસ્થા આવેલી છે, જેની સ્થાપના વર્ષ 1951માં થઈ હતી. સારાભાઈ પરિવાર દ્વારા આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી, જે ઈન્ટેલેક્ચ્યૂઅલ ડિસેબલ્ડ બાળકો સાથે કામ કરે છે. નાની ઉંમરથી જ તેઓ જીવનમાં આત્મનિર્ભર બને તેને લઈને તેમને તાલીમ આપવામાં આવે છે. રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ પી.કે.લહેરી આ સંસ્થાના ચેરમેન છે.
અમદાવાદ જિલ્લા કલેક્ટરનો અનોખો અભિગમ આ પણ વાંચો-દિવ્યાંગ યુવકે રાષ્ટ્રીય સ્તરે સ્પોર્ટ્સ ઇવેન્ટમાં 3 ગોલ્ડ મેડલ જીત્યા
કલેક્ટર સંદીપ સાગલેએ સંસ્થાને સામેથી આમંત્રણ આપ્યું
12 ઓક્ટોબરે 'મેન્ટલ હેલ્થ ડે' પર કલેક્ટર સંદીપ સાગલેને આ સંસ્થાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્યારે બાળકો દ્વારા બનાવેલી વસ્તુઓથી તેઓ પ્રભાવિત થયા. એટલે તેમણે સામેથી કલેક્ટર ઓફિસમાં દિવાળીમાં સ્ટોલ ખોલવા જણાવ્યું હતું. આ માટે તેમણે અમદાવાદની અન્ય સરકારી સંસ્થાઓમાં પણ જાતે પત્ર લખ્યો હતો. આજે 11 જગ્યાએ આ સ્ટોલ ખૂલ્યા છે. કલેકટર ઓફિસ ખાતે 26થી 30 ઓક્ટોબર દરમિયાન આ વસ્તુઓ ઉપલબ્ધ રહેશે, જેનો સારો પ્રતિભાવ મળી રહ્યો છે. કલેક્ટર ઓફિસમાં આવતા લોકો આ સ્ટોલની મૂલાકાત લે છે.
ઈન્ટેલેક્ચ્યુઅલ ડિસેબલ બાળકો દ્વારા બનાવાયેલ વસ્તુઓ સરકારી સંસ્થામાં વેચાશે બાળકોને ઈન્સેન્ટિવ અપાશે
સંસ્થાના એક કર્મચારીનું કહેવું છે કે, આ વસ્તુના વેચાણમાંથી બાળકોને તેમના યોગદાન બદલ ઈન્સેન્ટિવ આપવામાં આવશે. આ પ્રોજેક્ટને 'પહેચાન' નામ અપાયું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત એવી કોઈ ઈકો ફ્રેન્ડલી વસ્તુઓ અને તેની ડિઝાઈન બનાવવામાં આવે છે કે, તેના નિર્માણમાં બાળકોની બુદ્ધિ શક્તિનો વિકાસ થાય. આ દરેક વસ્તુ હેન્ડમેડ હોય છે.