ગુજરાત

gujarat

આજથી ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા મહારાષ્ટ્ર માટે ST બસ સેવા શરૂ થશે

By

Published : Oct 10, 2020, 2:32 AM IST

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા કોરોના વાઇરસના સંક્રમણ કાળમાં પોતાની સેવાઓ પૂર્વવત કરવામાં આવી રહી છે. સૌપ્રથમ તો ગુજરાતના અમુક જિલ્લાઓ પૂરતી જ ST બસ સેવા શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ST બસો શરૂ કરવામાં આવી હતી, જ્યારે આજથી એટલે કે શનિવારથી મહારાષ્ટ્ર માટે પણ ST બસ સેવા કાર્યરત થશે.

આજથી ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા મહારાષ્ટ્ર માટે ST બસ સેવા શરૂ થશે
આજથી ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા મહારાષ્ટ્ર માટે ST બસ સેવા શરૂ થશે

અમદાવાદઃ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા કોરોના વાઇરસના સંક્રમણ કાળમાં પોતાની સેવાઓ પૂર્વવત કરવામાં આવી રહી છે. સૌપ્રથમ તો ગુજરાતના અમુક જિલ્લાઓ પૂરતી જ ST બસ સેવા શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ST બસો શરૂ કરવામાં આવી હતી, જ્યારે આજથી એટલે કે શનિવારથી મહારાષ્ટ્ર માટે પણ ST બસ સેવા કાર્યરત થશે.

ST વિભાગે નિર્ણય કર્યો છે કે, 10 ઓક્ટોબરથી મહારાષ્ટ્ર રાજ્યમાં પણ બસ સંચાલન શરૂ કરવામાં આવશે. જે મુજબ નિગમના 16 વિભાગો પૈકી જૂનાગઢ વિભાગ સિવાયના બાકીના તમામ વિભાગો દ્વારા મહારાષ્ટ્ર રાજ્યમાં સંચાલન હાથ ધરવામાં આવશે. મહારાષ્ટ્ર રાજ્યમાં નિગમ દ્વારા દૈનિક ધોરણે 121 અપ અને ડાઉન સાથે કુલ 242 ટ્રીપો થકી 30,728 કિલોમીટરનું સંચાલન હાથ ધરવામાં આવશે. સદર સંચાલન દ્વારા દૈનિક 12,000 જેટલા મુસાફરોને બસ સુવિધાનો લાભ મળશે. જો કે, આ ટ્રીપો દરમિયાન સરકારની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.

ABOUT THE AUTHOR

...view details