અમદાવાદઃ સીટીએમથી શરૂ થતા અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવેના વળાંક પાસે એસટી બસનો અકસ્માત (ST Bus Accident in Ahmedabad) થયો હતો. એસટી બસ વડોદરા જવા માટે નીકળી ત્યારે વળાંક પર ઉભી રહેલી ખાનગી લક્ઝરી બસ સાથે અથડાતા અકસ્માત (Bus accident on Ahmedabad Vadodara Expressway) સર્જાયો હતો.
ઈજાગ્રસ્તોને મણિનગરની હોસ્પિટલમાં દાખલ કરાયા 19 વર્ષીય યુવતીનું મોત -આ અંગે મળતી માહિતી અનુસાર, ગુજરાત રાજ્ય પરિવહન નિગમની ST બસ (GSRTC ST Bus Accident) એક્સપ્રેસ હાઈવે પર વડોદરા જવા માટે વળાંક પર ઊભી રહેલી ખાનગી લક્ઝરી બસ સાથે ધડાકાભેર અથડાઈ (Bus accident on Ahmedabad-Vadodara Expressway) હતી. જોકે, હાઈવેની શરૂઆતમાં આવેલી ધર્મભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતી 19 વર્ષીય યુવતીનું મોત થયું હતું. જ્યારે વડોદરા જવા માટે બસની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓની સાથે પ્રવાસીઓ ઈજાગ્રસ્ત થયા હતા.
ST બસ ખાનગી લક્ઝરી બસને અથડાઈ આ પણ વાંચો-Accident in Surat : સેવણી ગામ નજીક પસાર થતી નહેરમાં ખાબકી કાર
ઈજાગ્રસ્તોને મણિનગરની હોસ્પિટલમાં દાખલ કરાયા -હાઈ વે પર અકસ્માતની જાણ થતા (Bus accident on Ahmedabad Vadodara Expressway) 108ની 5થી વધુ એમ્બુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક મણિનગરની એલ.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ચરોતર યુનિ.ની બસને નડ્યો અકસ્માત -આપને જણાવી દઈએ કે, ચરોતર યુનિવર્સિટીની બસમાં (Charotar University bus accident) સવાર વિદ્યાર્થીઓની બસને એસ.ટી બસે ટક્કર મારી હતી. તેના કારણે 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ તમામ લોકોની મણિનગરની એલ.જી. હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઈજાગ્રસ્તમાંથી 2થી 3 લોકોની સ્થિતિ ગંભીર હોવાનું સામે આવ્યું છે. જ્યારે 19 વર્ષીય એક યુવતીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પોલીસ તરફથી મળતી માહિતી અનુસાર, કોલેજ બસ વિદ્યાર્થીઓને લેવા સવારે અહીં ઊભી હતી. તે સમયે પાછળથી એસ.ટી. બસે ટક્કર મારી હતી.
આ પણ વાંચો-Accident In Jamnagar: મતવા પાટીયા પાસે ટેન્કર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
એક્સપ્રેસ વે પર આડેધડ ઊભી રહે છે બસો -આપને જણાવી દઈએ કે, નેશનલ હાઈવે નંબર 8 પર CTMથી વડોદરા એક્સપ્રેસ હાઈવેના વળાંક (Bus accident on Ahmedabad Vadodara Expressway) પર દિવસરાત ખાનગી કારો અને લક્ઝરી બસો આડેધડ ઊભી રહેતી હોવાથી ટ્રાફિક જામ તો થાય છે. સાથે સાથે અકસ્માતની ઘટનામાં પણ વધારો થઈ રહ્યો છે.