અમદાવાદઃ પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર મુસાફરોની ટિકિટ તપાસવા માટે હાથ ધરવામાં આવેલા સ્પેશિયલ અભિયાનના ભાગરૂપે, અનધિકૃત તાત્કાલિક કોટા, વરિષ્ઠ નાગરિક કોટા અને અપરાધિક પ્રવૃતીના લોકો દ્વારા દુરુપયોગ કરવાવાળાઓ પર કાર્યવાહી કરવામાં આવી હતી.
આ અંગે મંડળ રેલ પ્રબંધક દિપકકુમાર ઝાએ માહિતી આપી હતી કે, વર્તમાનમાં ચાલતા સિનિયર સિટીઝન કોટા અને તત્કાલ કોટામાં મુસાફરી કરતા મુસાફરોની ટિકિટ તપાસવા માટેના ખાસ ચેક ડ્રાઇવના ભાગ રૂપે ટ્રેન નંબર 09084 અને 09090માં સઘન ટિકિટ ચેકિંગ દરમિયાન 550 મુસાફરોને ખોટી રીતે યાત્રા કરતા પકડવામાં આવ્યા હતા. નિયમ મુજબ તેમના પાસેથી 6,04,330 રૂપિયા દંડ વસૂલવામાં આવ્યો હતો.