ગુજરાત

gujarat

ETV Bharat / city

બોર્ડની પરીક્ષાનો તણાવ દૂર કરવા માઈન્ડ ટ્રેનર જીગર પંચાલ સાથે ખાસ વાતચીત...

બોર્ડ પરીક્ષાના મહત્ત્વના દિવસો નજીક છે, જેને લઇને વિદ્યાર્થીઓ દિવસ-રાત છેલ્લાં રીવીઝન કરવાની મથામણો કરી રહ્યાં છે. સમગ્ર વર્ષની તૈયારી કરી હોય, છતાં જાણે-અજાણે પરીક્ષામાં સારા દેખાવ અને પરિણામ માટે ક્યાંક માનસિક દબાણ અને તણાવનો અનુભવ વિદ્યાર્થીઓ અને વાલીઓને થતો હોય છે. જેથી ETV BHARAT અમદાવાદના સ્ટુડિયોમાં આ સંદર્ભે વિશેષ જાણકારી લઇને માઈન્ડ ટ્રેનર, કાઉન્સિલર જીગર પંચાલ ઉપસ્થિત રહ્યાં હતાં. આવો નિહાળીએ ETV BHARAT અમદાવાદ જીગર પંચાલ સાથેની મુલાકાત.

ETV BHARAT
બોર્ડની પરીક્ષાનો તણાવ દૂર કરવા માઈન્ડ ટ્રેનર જીગર પંચાલ સાથે ખાસ વાતચીત

By

Published : Feb 29, 2020, 7:10 PM IST

અમદાવાદ: એક્ઝામ સ્ટ્રેસથી બચવા માટે શું શું કરી શકાય તેનું કાઉન્સિલિંગ શાળાકક્ષાએથી લઇને થયું હોય છે. જો કે, પરીક્ષાના ખંડમાં જ્યારે વિદ્યાર્થીઓ અજાણ્યા લોકો વચ્ચે તદ્દન નવા વાસ્તિવક અનુભવમાં રૂબરૂ થતા હોય છે, ત્યારે કેટલીક ખાસ મનોસ્થિતિઓ સર્જાતી હોય છે. આ અંગે જે તણાવનો અનુભવ થઈ શકે છે તેને પણ અમુક ઉપાયોથી દૂર કરવામાં સફળતા મળી શકે છે. ETV BHARAT અમદાવાદના સ્ટુડિયોમાં આ સંદર્ભે વિશેષ જાણકારી લઇને માઈન્ડ ટ્રેનર, કાઉન્સિલર જીગર પંચાલ ઉપસ્થિત રહ્યા હતાં.

બોર્ડની પરીક્ષાનો તણાવ દૂર કરવા માઈન્ડ ટ્રેનર જીગર પંચાલ સાથે ખાસ વાતચીત

માઈન્ડ એન્ડ મોટિવેશનલ ટ્રેનર એક્સપર્ટ જીગર પંચાલનો સંક્ષિપ્ત પરિચય

  • 12 વર્ષથી કાઉન્સિલિંગના ક્ષેત્રમાં કાર્ય કરી રહ્યાં છે
  • 50થી વધુ સેમિનારમાં સ્ટ્રેસ બસ્ટર મેનેજમેન્ટ, ટાઈમ મેનેજમેન્ટ, સામાજિક સમસ્યાઓને લઇને વ્યક્તિગત સલાહકાર તરીકે સેવા આપી રહ્યાં છે
  • ધોરણ 5થી લઈને કૉલેજ લેવલના વિદ્યાર્થીઓ માટેના સ્ટ્રેસ મેનેજમેન્ટ અને કાઉન્સિલિંગ વર્ક કરી ચૂક્યા છે
  • ગણપત યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી સહિતની સંસ્થાઓમાં પણ આ પ્રકારના કાર્યક્રમ આપી ચૂક્યા છે
  • માઈન્ડ ટ્રેનર તરીકે હિલિંગ અને સાયકોથેરાપીસ્ટ પણ છે. આ સાથે જ રેકી સહિતની અન્ય સહાયક થેરાપીના જાણકાર છે.
  • મેજિશિયન પણ છે

ABOUT THE AUTHOR

...view details