ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન કરીને જ આપણે નવરાત્રિ ઉજવીએઃ ભાઈ ભાઈ ફેમ અરવિંદ વેગડા

ગુજરાતી ગરબા ગ્લોબલ બની ગયા છે. વિશ્વના ગુજરાતીઓ જ્યાં પણ હોય પણ નવરાત્રિ આવે ત્યારે દેશમાં અને તે પણ ગુજરાતમાં નવરાત્રિમાં ગરબે ઘૂમવા અવશ્ય આવે છે. કોરોનાકાળને કારણે ગત વર્ષે નવરાત્રિ ઉજવી શકયા ન હતા. પણ આ વર્ષે કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે, આથી રાજ્ય સરકારે ગરબાની મંજૂરી આપી છે.

કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન કરીને જ આપણે નવરાત્રિ ઉજવીએઃ
કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન કરીને જ આપણે નવરાત્રિ ઉજવીએઃ

By

Published : Oct 2, 2021, 7:04 AM IST

  • મા શક્તિની આરાધના એટલે નવરાત્રિ
  • ગરબે રમાવાની મોજ એટલે નવરાત્રિ
  • સરકારે શેરી ગરબાની મંજૂરી આપી છે

અમદાવાદ: માં શક્તિની આરાધના કરવાનું પર્વ એટલે નવરાત્રિ અને ગુજરાતમાં મા જગદંબાની પૂજા, આરતી, ઘટ સ્થાપન અને ત્યારબાદ ગરબે રમવાની પરંપરા છે. કોરોના સંક્રમણ બાદ આ વર્ષે રાજ્ય સરકારે શેરી ગરબાની મંજૂરી આપી છે અને તેમાં પણ 400 વ્યક્તિ ગરબા રમી શકશે પણ કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન કરીને.

ભાઈ ભાઈ ફેમ અરવિંદ વેગડા સાથે રુબરુ
નવરાત્રિ કેવી રીતે ઉજવીશું અને નવરાત્રિમાં કોરોનાના કેસ વધે તે નહીં તે રીતે આપણે સરકારની ગાઈડલાઈન્સનું ચુસ્ત પાલન કરીશું, નવરાત્રિમાં ગરબે તો રમીશું પણ ગરબા ગવડાવનાર કલાકાર ન હોય તો મજા અઘુરી રહી જાય છે. આજે આપણે ભાઈ ભાઈ ફેમ અરવિંદ વેગડા સાથે રુબરુ થઈશું.

પ્રશ્ન-1 : કોરોનાકાળમાં ગત વર્ષે ઓનલાઈન નવરાત્રિ થઈ અને આ વર્ષે પ્રત્યક્ષ ગરબાનો લહાવો મળશે, આ અંગે આપની શુ પ્રતિક્રિયા છે?
જવાબ : આ વર્ષની નવરાત્રિ આપણા માટે સારા સમાચાર લઈને આવી છે કારણ કે છેલ્લા વખતથી આપણે જોઈ રહ્યાં છીએ કોરોનાના કેસ ઘટ્યા છે. વેક્સિનેશન ખૂબ થયું છે. ગુજરાતીઓના હર્ડ ઈમ્યુનિટી વધી છે. અને આપણા ગુજરાતીઓ માટે નવરાત્રિએ મોટામાં મોટો તહેવાર છે. સરકારે આ વખતે ગરબા રમવાની મંજૂરી આપી છે અને હજી વધુ છૂટ આપશે. ગત વર્ષે આપણે ઓનલાઈન નવરાત્રિ કરી હતી, પણ આ વર્ષે ઓફલાઈન નવરાત્રિ થશે. ઓછી સંખ્યામાં આપણે ગરબા કરી શકીશું, તેનો આનંદ છે.

પ્રશ્ન-2 :ગુજરાત સરકારે નવરાત્રિને લઈને ગાઈડલાઈન્સ જાહેર કરી છે, તેનાથી તમે સંતૃષ્ઠ છો?
જવાબ : સૌ પ્રથમ તો ગુજરાત સરકારનો આભાર માનું છું કે આ બાબતને ગુજરાત સરકારે ગંભીરતાથી વિચારી છે. પહેલા તબક્કામાં શેરી ગરબાની મંજૂરી આપી હતી. તેમણે સંખ્યાને મર્યાદિત કરી છે, હા તે પણ ખૂબ જરૂરી હતું. અમે ગાયક કલાકારોએ સરકારને રજૂઆત કરી છે કે પ્રાઈવેટ ફંકશન અને કોર્પોરેટ્સ માટે પાર્ટી પ્લોટમાં ગરબાની મજૂરી આપો. ગરબા અમે વધુ સારી રીતે કરી શકીશું. અમે વેક્સિનેશન સર્ટિફિકેટ પણ ચેક કરી શકીશું. ખુલ્લા મોટા મેદાનમાં ગરબા થાય તો સંક્રમિત થવાની તક છે તે પણ ખૂબ ઓછી થશે. આ અંગે અમે રજૂઆત કરી છે. આ અંગે સરકાર એસઓપી જાહેર કરે તેવી શકયતા છે.

પ્રશ્ન-3 :કોરોનાકાળમાં નવરાત્રિ અને સ્ટેજ શો પર નભતા અનેક કલાકારોની આર્થિક સ્થિતિ નબળી હોય તે માની શકાય તેમ છે, પણ તેવા કલાકારો માટે સરકાર દ્વારા કોઈ રાહત કે સહાયની જાહેરાત કરાઈ નથી, કેમ આમ? કોઈએ રજૂઆત કરી હતી કે નહી?
જવાબ : સરકાર સમક્ષ આ અંગે રજૂઆત થઈ હતી પણ કોરોનાનો સમય ખૂબ કપરો હતો અને કોરોના કલાકાર નહીં સમગ્ર વિશ્વને મુશ્કેલીમાં મુકીને ગયો છે. હોટલ હોય તે ટુરીઝમ સેકટર તમામને અસર કરી ગયો છે. કલાકારો પણ તકલીફમાં હતા. સરકાર દ્વારા કોઈ અલગથી રાહત આપી નથી કે સહાયની જાહેરાત નથી થઈ. સ્વેચ્છાએ જ કલાકારોએ જ કલાકારોની મદદ કરી હતી અને સરકારે પણ તેને પ્રોત્સાહન આપ્યું હતું.

ભાઈ ભાઈ ફેમ અરવિંદ વેગડા સાથે વાત
પ્રશ્ન-4 :સરકારની ગાઈડલાઈન્સ મુજબ 400 વ્યક્તિઓ ગરબા રમી શકશે પણ જ્યાં મોટી સોસાયટીઓ હોય, મોટું એપાર્ટમેન્ટ હોય, જેમાં 500થી 1,000ની વસતી રહેતી હોય તો તે લોકો કેવી રીતે મેનેજ કરશે.

જવાબ : જી, આ બાબત પણ અમે સરકારના ધ્યાને મુક્યું હતું. 400થી વધારે સંખ્યા હોય તો અલગ અલગ સર્કલ કરીને ગરબા ગાવા જોઈએ. તેમજ ટાવરવાળા પણ અલગ ગરબા ગોઠવીને ખૂબ મોટી ભીડ ભેગી ન કરે. જેનાથી સક્રમિત થવાના ચાન્સ રહેશે નહી.

પ્રશ્ન-5 :પાર્ટી પ્લોટ હોય કે કલબ તે લોકોએ તો પહેલેથી જાહેરાત કરી દીધી હતી, કે અમે ગરબાનું આયોજન નહી કરીએ- તે નિર્ણયને તમે કઈ રીતે જોઈ રહ્યાં છો ?

જવાબ : કોમર્શિયલ ગરબા થાય છે ટિકિટ ગોઠવીને ગરબા થાય છે, કબલમાં થાય છે, તે અંગે અમે તો ના જ પાડી હતી. જેમાં અંકુશ બહાર ભીડ થવાની શકયતા રહેલી હોય છે. પ્રાઈવેટ ગરબા, કોર્પોરેટ્સ ગરબા, સંસ્થાના ગરબા, સમાજના ગરબા કરી શકો તેવી સરકાર પરવાનગી આપશે તેવી મને આશા છે.

પ્રશ્ન-6 :નવરાત્રિને ઉજવવાના આનંદમાં ગાઈડલાઈન્સનો ભંગ ન કરે તે માટે અરવિંદભાઈ તરફથી ગુજરાતની પ્રજાને અપીલ

જવાબ : જી હા, હું પાક્કુ કહીશ કે દરેક ખૈલેયાઓ માટે સારા સમાચાર છે. ત્રીજા વેવની વાત હતી, પણ તે આવી નથી. વેક્સિનેશનું પ્રમાણ વધ્યું છે અને જેણે વેક્સિન ન લીધી હોય તેમણે વેક્સિન લઈ લેવી જોઈએ. તો જ ગરબા રમવા મળશે. ગયા વર્ષે પણ કહ્યું હતું કે તમે વેક્સિન લઈ લેશો તો આ વર્ષે ગરબા રમવા મળશે. તમે બધાએ વેક્સિન લઈ જ લીધી હશે. સરકાર જે ગાઈડલાઈન્સ જાહેર કરે છે તે તમારા પોતાની સુરક્ષા માટે આપે છે. તમારે માસ્ક પહેરવાનું છે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું છે. કોરોના હજી ગયો નથી માટે તમામે આનું પાલન ફરજિયાત પણે કરવું જ જોઈએ.

માસ્ક પહેરીને જ ગરબા ગાઈએ

રૂમઝુમ કરતી નવરાત્રિ આવી રહી છે, ત્યારે માતાજીને પ્રાર્થના કરીએ કે કોરોના ઝડપથી જાય અને પહેલા હતા તેવા દિવસો પાછા આવી જાય, આપને મોજ આવે અને ગરબા ગાવાનો આનંદ મળે તેમજ મા શક્તિ આરાધના ભય વિના કરી શકીએ. ઈ-ટીવી ભારત પણ અપીલ કરે છે કે તહેવારોની ઉજવણી કરવામાં માસ્ક પહેરવાનું ન ભુલાય અને સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાય તેવી તકેદારી આપણે રાખીએ.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details