અમદાવાદઃ ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા અષાઢ સુદ બીજ (1 જુલાઈ) શુક્રવારના દિવસે યોજાશે. રથયાત્રા સવારે 07.05 વાગ્યે નીજ મંદિરેથી નીકળીને નગરચર્યા પૂર્ણ કરીને રાત્રે 8.30 વાગ્યે નીજ મંદિરે પરત ફરશે. લાખો ભાવિક ભક્તો આ રથયાત્રામાં જોડાશે, પરંતુ આકર્ષણનું કેન્દ્ર મુખ્ય રાજકીય અતિથિઓ અને સાધુસંતો રહેશે. આ વખતની રથયાત્રામાં કયા કયા અતિથિઓ આવશે તે ઉપર નજર નાખીએ.
રથયાત્રાના દિવસે મહેમાનો -દર વર્ષની જેમ આ વર્ષે પણ કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ રથયાત્રામાં જોડાશે. તેઓ વહેલી સવારે 4 વાગ્યે મંગળા આરતીમાં મુખ્ય અતિથિ તરીકે (Union Home Minister Amit Shah will join the rath yatra) ઉપસ્થિત રહેશે. સાથે જ વિશેષ અતિથિમાં ગુજરાત સ્ટેટ કૉ. બેન્કના ચેરમેન અજય પટેલ ઉપસ્થિત રહેશે. પરંપરા મુજબ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ રથયાત્રાની પહિંદ વિધિ (CM Bhupendra Patel will perform pahind vidhi of Rathyatra) કરશે. આ રથયાત્રામાં મુખ્ય અતિથિ તરીકે ડાકોરના સ્વામી રામરતનદાસજી મહારાજ રહેશે. જ્યારે અતિથિ વિશેષ તરીકે નિરમા ગૃપના ચેરમેન કરસનદાસ પટેલ સાથે નિરમા પરિવાર (Nirma Group Chairman Karsandas Patel will join the rathyatra) અને રિલાયન્સ ગૃપના ધનરાજ નથવાણી ઉપસ્થિત (Dhanraj Nathwani of Reliance Group will join the rathyatra) રહેશે.
આ પણ વાંચો-Jagannath Rathyatra 2022 : કોર્પોરેશન પદાધિકારીઓ સ્થળ પર જઇ કર્યું આ કામ
નેત્રોત્સવ વિધિ, ધ્વજારોહણ અને મહાઆરતીના મહેમાનો -29 જૂને (બુધવારે) જેઠ વદ અમાસના દિવસે સવારે 6 વાગ્યાથી 10.30 વાગ્યે નેત્રોત્સવ વિધિ, ધ્વજારોહણ અને મહાઆરતી કરાશે. તેમાં મુખ્ય અતિથિ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ ઉપસ્થિત રહેશે. જ્યારે અતિથિ વિશેષ તરીકે અમદાવાદના મેયર કિરીટ પરમાર, ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી, ભાજપ શહેર અધ્યક્ષ અમિત શાહ, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, ભાજપના સહકોષાધ્યક્ષ ધર્મેન્દ્ર શાહ, મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી, પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, AMC સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ, AMC શાસક પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ, AMC દંડક અરુણસિંહ રાજપૂત ઉપસ્થિત રહેશે. તો બપોરે સાધુસંતો માટે ભંડારાના મુખ્ય અતિથિ પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પંકજ મોદી રહેશે.