ગુજરાત

gujarat

ETV Bharat / city

144 Rathyatra મંજૂરી મળ્યા બાદ ETV Bharat ની જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા સાથે ખાસ વાતચીત - Minister of State for Home Pradipsinh Jadeja approved the rath yatra

આખરે વધારે સમય લીધા બાદ રાજ્ય સરકારે રથયાત્રાની ( 144 Rathyatra ) મંજૂરી આપી છે. આજે રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ ગાંધીનગરથી રથયાત્રા નિકાળવા મંજૂરી આપી હતી. જે અંતર્ગત ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા અમુક અંકુશ અને નિયમો સાથે યોજાશે. અમદાવાદમાં કોરોનાના કેસ નહીંવત હોવાથી રથયાત્રા યોજવાની રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

144 Rathyatra મંજૂરી મળ્યા બાદ ETV Bharat ની જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા સાથે  ખાસ વાતચીત
144 Rathyatra મંજૂરી મળ્યા બાદ ETV Bharat ની જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા સાથે ખાસ વાતચીત

By

Published : Jul 8, 2021, 5:29 PM IST

● રાજ્ય સરકારે 144 Rathyatra યોજવા આપી મંજૂરી

● જગન્નાથ મંદિર તંત્ર અને ભક્તોમાં ખુશી

● લોકો ઘરે બેસી ભગવાનના દર્શન કરે તેવી મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાની અપીલ

● કેવી રીતે યોજાશે રથયાત્રા

અમદાવાદઃ અષાઢી બીજના દિવસે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સવારે મંગળા આરતી કરશે. ત્યાર બાદ મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન દ્વારા પહિંદ વિધિ કરીને 144 Rathyatra ની શરૂઆત કરવામાં આવશે. રથયાત્રામાં ફક્ત 200 વ્યક્તિઓને ઉપસ્થિત રહેવાની પરવાનગી આપવામાં આવી છે. એટલે કે ભક્તો આ રથયાત્રામાં જોડાઈ શકશે નહીં. 144 Rathyatraના સંપૂર્ણ 14 કિલોમીટરના રૂટ ઉપર કલમ 144 લાગુ થશે. તેમજ 15 ડ્રોન દ્વારા આકાશી સર્વેલન્સ પણ કરવામાં આવશે. સંપૂર્ણ રૂટ ઉપર રેપિડ એક્શન ફોર્સ અને પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા અમુક અંકુશ અને નિયમો સાથે યોજાશે
અડધા સમયમાં 144 Rathyatra પૂર્ણ કરાશેસવારના સાત વાગ્યાથી લઈને રથયાત્રા શરૂ થશે. જે બપોરના બારથી - એક કલાકે પૂર્ણ થશે. તે સમયગાળા દરમિયાન 144 Rathyatra ના રૂટ પર કરફ્યૂ લાગુ રહેશે. જો કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તે વ્યક્તિ ઉપર એપિડેમિક અંતર્ગત કાર્યવાહી પણ કરવામાં આવશે.શું કહ્યું મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા એ...144 Rathyatraની મંજૂરી મળતા મંદિરના મહંત દિલીપદાસજી તેમજ ટ્રસ્ટી મહેન્દ્ર ઝા ખૂબ જ પ્રસન્ન દેખાતાં હતાં. ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ ઇટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સરકારના આદેશાનુસાર રથયાત્રા નીકળવામાં કરવામાં આવશે. મર્યાદિત સંખ્યામાં મંદિર સાથે સંકળાયેલા લોકોને રથયાત્રામાં પ્રવેશ આપવામાં આવશે. સમયની અછત હોવા છતાં વિધિ-પરંપરામાં કોઈપણ જાતની બાંધછોડ કરવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે, આ રથયાત્રામાં અખાડાઓ, ભજન મંડળીઓ, ટ્રકો અને ગજરાજો સામેલ થશે નહીં.ટ્રસ્ટીની અપીલમહેન્દ્રભાઈએ લોકોને ઘરમાં રહીને ટેલિવિઝન કે ઇન્ટરનેટના માધ્યમથી 144 Rathyatra નિહાળવા અને લોકોને કોરોના નિયમોનું પાલન કરવા અપીલ કરી છે. સાથે જ હાઇકોર્ટમાં પીઆઈએલનો કોઈ મતલબ નથી કેમ કે, અત્યારે જે નિયમો છે. તે અંતર્ગત જ રથયાત્રા નીકળશે, તેમ ટ્રસ્ટીએ જણાવ્યું હતું.આ પણ વાંચોઃ જગન્નાથ મોસાળથી નિજ મંદિર પરત ફર્યા, રથયાત્રામાં અમિત શાહના હસ્તે થશે મંગળા આરતી

આ પણ વાંચોઃ જનતા કરફ્યૂ વચ્ચે નીકળશે રથયાત્રા, ભગવાન નગરચર્યાએ નીકળશે પણ ભક્તો નહિ હોય

ABOUT THE AUTHOR

...view details