ગુજરાત

gujarat

ETV Bharat / city

કોંગ્રેસના સિનિયર નેતા કપિલ સીબલની Etv Bharat સાથે ખાસ વાતચીત, મોદી અને શાહ પર કર્યા આકરા પ્રહાર - Conversation with Kapil Sibal

કોંગ્રેસ નેતા કપિલ સિબલ અમદાવાદની મુલાકાતે છે. આ દરમિયાન તેમણે ETV BHARAT સાથે વાતચીત કરી હતી અને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

Interview with Kapil Sibal
Interview with Kapil Sibal

By

Published : Oct 2, 2021, 4:14 PM IST

  • ગાંધી વિચારધારા પર કપિલ સિબલ કરશે સંવાદ
  • મોદી અને શાહ પર કપિલ સિબલે કર્યા પ્રહાર
  • ભાજપ અને RSS ગાંધી વિચારધારાથી ઉલટું કાર્ય કરી રહ્યું છે: કપિલ સિબલ

અમદાવાદ: કોંગ્રેસ હાઈકમાન્ડના દિગ્ગજ નેતા કપિલ સિબલ અમદાવાદની મુલાકાતે આવ્યા છે. ગાંધીજીની જન્મજયંતિ નિમિતે થઈ તેઓએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી છે. કપિલ સિબલ આજે ગાંધી વિચારધારા પર સંવાદ પણ કરવાના છે. જેમાં ગાંધી મૂલ્યોની વાત કરશે. તો બીજી તરફ કપિલ સિબલે Etv Bharat સાથેની વાતચીતમાં ભાજપ અને RSS પર આકરા પ્રહાર કર્યા છે.

કોંગ્રેસના સિનિયર નેતા કપિલ સીબલની Etv Bharat સાથે ખાસ વાતચીત, મોદી અને શાહ પર કર્યા આકરા પ્રહાર

ગાંધીજી અહિંસાની વાત કરે છે. તો બીજી તરફ ભાજપ હિંસાની વાત કરે છે: કપિલ સિબલ

કપિલ સિબલે જણાવ્યું હતું કે, ગાંધીજીના વાત આવે છે. ત્યારે તેમની વાતો ચોક્કસ કરી છે. તેમનું નામ પણ લઈએ છે પરંતુ તેમની વિચારધારા તેમના આદર્શની વાત આવે કે તેમના આદર્શ પર ચાલવાની વાત આવે ત્યારે કોઈ પણ રાજકીય પક્ષ હોય અને ખાસ કરીને સત્તાધારી પક્ષ ભાજપ, RRSના લોકો ગાંધીજીની વાત તો કરે છે પરંતુ જે તેમના વિચારધારા, તેમના આદર્શો પર ચાલતા નથી. ગાંધીજી અહિંસાની વાત કરે છે. તો બીજી તરફ ભાજપ હિંસાની વાત કરે છે. દેશમાં હિંસાનું વાતાવરણ ફેલાવી રહ્યા છે. ગાંધીજી એકતાની વાત કરે છે પરંતુ આ લોકો ભાઈ ભાઈ વચ્ચે ઝઘડા કરાવવાની વાત કરે છે. ગાંધીજી કહેતા હતા કે, લોકતંત્રનો પાવર કેટલાક લોકોને હાથમાં ન હોવો જોઈએ. અહીં તો બે લોકોના જ હાથમાં છે. ગાંધીજી સત્યની વાત કરે છે. અહીં તો અસત્યની જ વાતો ચાલી રહી છે.

કોંગ્રેસના સિનિયર નેતા કપિલ સીબલની Etv Bharat સાથે ખાસ વાતચીત, મોદી અને શાહ પર કર્યા આકરા પ્રહાર

આ પણ વાંચો: International Non Violence Day : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જયંતિ

કપિલ સિબલે આડકતરી રીતે મોદી અને શાહ પર કટાક્ષ કર્યા

કપિલ સિબલે જણાવ્યું કે, કોંગ્રેસ પક્ષ અને અમે લોકો સતત પ્રયત્ન કરી રહ્યા છે. તેમના વિચારો પર ચાલવા માટે થઈ મારી પાર્ટી પણ આ પ્રયાસ કરી રહી છે. અમે તો ક્યારે એવી વાત નથી કરી જે મોદી કરી રહ્યા છે. અમે ક્યારે પણ ભાઈ ભાઈ વચ્ચે ઝઘડો નથી કરાવ્યો, અમે ક્યારે પણ એવું નથી કીધું કે કપડાં અને રહેણીકરણી પર લોકો કોણ છે તે નક્કી કરવું. અમે તો ક્યારે કોઈને ગોળી મારવાની વાત નથી. અમે ક્યારે વિદ્યાર્થીઓને જેલમાં મોકલવાની વાત નથી કરી. જે અંગે કપિલ સિબલે આડકતરી રીતે મોદી અને શાહ પર કટાક્ષ કર્યા હતા.

આ પણ વાંચો:દિગ્વિજય સિંહે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને RSSની પ્રશંસા કરી

  • મહાત્મા ગાંધીની 152 મી જન્મ જયંતિ નિમિતે, રાષ્ટ્રપતિ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સોનિયા ગાંધીએ આ પ્રસંગે રાજધાટ પહોંચીને બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સાથે મોદી અને અન્ય નેતાઓએ પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ પણ આપી હતી.
  • રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે સ્થળે ગાંધીજીએ અભ્યાસ કર્યો હતો ત્યાં મ્યુઝિયમ બનાવ્યું છે જે મ્યુઝિયમમાં ગાંધીજીના જન્મથી લઈને તેમના વિવિધ આંદોલનો તેમનું જીવન અને વિચારો સહિતના પ્રસંગોની ઝાંખી જોવા મળે છે. અત્યારની પેઢી ગાંધીજીના જીવન અંગે જાણે તેમજ તેમના વિચારોને અનુસરે તે માટે આલ્ફ્રેડ હાઈસ્કૂલને મ્યુઝિયમ તરીકે વિકસાવ્યું છે. આ મ્યુઝિયમનું લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્યું હતું. ગાંધી મ્યુઝિયમના લોકાર્પણ બાદથી લઈને અત્યાર સુધી એટલે કે વર્ષ 2021 સુધીમાં દેશ-વિદેશના એક લાખ 75 હજાર જેટલા લોકોએ મુલાકાત કરી છે.

ABOUT THE AUTHOR

...view details