ગુજરાત

gujarat

ETV Bharat / city

કોંગ્રેસ પક્ષમાં એક માણસ ઓછો ચૂંટાશે તે ચાલશે, પરંતુ ગદ્દારી કરનારો માણસ નહીં ચલાવી લેવામાં આવે : વિપક્ષ નેતા - વિપક્ષના નેતાની ETV Bharat સાથે ખાસ વાતચીત

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવનિયુક વિધાનસભાના વિપક્ષના નેતા સુખરામ રાઠવા(Leader of Opposition Sukhram Rathwa)એ ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં(ETV Bharat Special Interview) જણાવ્યું હતું કે, આગામી 2022ની ચૂંટણીમાં કોંગ્રેસ મોંઘવારી, બેરોજગારી, મહામારી જેવા અનેક મુદ્દાઓ સાથે પ્રજા સમક્ષ જવાની છે અને તેના પર ચૂંટણી લડશે અને ગુજરાત કોંગ્રેસમાં કોઈપણ પ્રકારનો જૂથવાદ નથી.

કોંગ્રેસ પક્ષમાં એક માણસ ઓછો ચૂંટાશે તે ચાલશે, પરંતુ ગદ્દારી કરનારો માણસ નહીં ચલાવી લેવામાં આવે : વિપક્ષ નેતા
કોંગ્રેસ પક્ષમાં એક માણસ ઓછો ચૂંટાશે તે ચાલશે, પરંતુ ગદ્દારી કરનારો માણસ નહીં ચલાવી લેવામાં આવે : વિપક્ષ નેતા

By

Published : Dec 6, 2021, 9:56 PM IST

  • ગુજરાત કોંગ્રેસમાં કોઈપણ પ્રકારનો જૂથવાદ નથી - વિપક્ષ નેતા
  • 2022માં બોલિંગ અને બેટિંગ કેવી કરવી તે કોંગ્રેસ નક્કી કરશે
  • વિપક્ષનાં નેતા તરીકે સુખરામ રાઠવાની વરણી કરવામાં આવી
    કોંગ્રેસ પક્ષમાં એક માણસ ઓછો ચૂંટાશે તે ચાલશે, પરંતુ ગદ્દારી કરનારો માણસ નહીં ચલાવી લેવામાં આવે : વિપક્ષ નેતા

પ્રશ્ન: વિધાનસભાના નેતા બન્યા બાદ કઈ પરિસ્થિતિઓને નિયંત્રણમાં લાવવામાં આવશે?

જવાબ: ગુજરાત કોંગ્રેસના મવડી મંડળ અને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી તરફથી મને જે અણધાર્યું આ પદ મળ્યું છે તેનો હું ઋણી છું. હું અને મારા કાર્યકરો રાત દિવસ કામ કરીશું અને કોંગ્રેસને ચેતનવંતી બનાવવા માટેના તમામ પ્રયત્નો કરીશું.

પ્રશ્ન: 2022નો સુખરામ રાઠવાનો રોડ મેપ કયો રહેશે?

જવાબ: મુદ્દાઓતો ઘણા બધા છે આ મુદ્દાઓ બાબતે તમને જણાવી દેવામાં આવે તો સામે વાળો બેસ્ટમેન સમજી જાય કે બોલર કેવા પ્રકારનો બોલ ફેંકવાનો છે અને તે જેથી ચોગ્ગો અને છગ્ગો મારી દેતો હોય છે તેથી અમારે હવે કેવી રીતે બેટિંગ અને બોલિંગ કરવાની છે તે નક્કી જ છે.

પ્રશ્ન: પ્રજાને તો ખબર હોવી જોઈએ કોંગ્રેસ કયા મુદ્દોઓ લઈને આવશે?

જવાબ: અમે ખેડૂતોના મુદ્દાઓ, વિધાર્થીઓના પ્રશ્નો, આરોગ્યના પ્રશ્નો, બેરોજગારીના પ્રશ્નો સાથે સાથે રોડ રસ્તા પાણીના પ્રશ્નો આ તમામ પ્રશ્નોને સાથે લઈને ચાલવાના છીએ. જે ભાજપે ગામડામાં અગાઉના વર્ષોમાં જૂઠું બોલી શાસન મેળવ્યું છે. 15 લાખ રૂપિયા આપવાની વાત કરી વનબંધુ કલ્યાણ યોજના લાવી પરંતુ હવે અમે તે યોજનાનું પોસ્ટમોર્ટમ કરીશું.

પ્રશ્ન: કોંગ્રેસ 2017માં સત્તાની નજીક હતી પરંતુ સત્તામાં ન આવી શકી 2022માં આવું ન થાય તેના માટે શું કરવામાં આવશે?

જવાબ: આ બાબતે ખાસ તકેદારીઓ રાખીશું તાલુકા કક્ષાના સંગઠનો, જિલ્લા કક્ષાના સંગઠનો કોના પર તાજ મુકવા માંગે છે. તેમની સાથે પરામર્શ કરીને ટિકિટની ફાળવણી કરીશું સાથે સાથે સમાજ કયો મોટો છે તે તમામ વસ્તુઓને ધ્યાને રાખી ગુજરાતમાં કોંગ્રસનું શાસન લાવવા માટે પ્રત્યન કરીશું. ઘણી વખત તેવું પણ થાય સમાજ મોટો હોય પરંતુ સમાજ માંથી કોઈ આગળ આવે તેવી વ્યક્તિ ન હોય જેથી અન્ય વ્યક્તિને સાથે લઈને કોંગ્રેસ આગળ વધતી હોય છે પરંતુ દરેક સમાજને સાથે રાખીને 2022માં આગળ વધીશું.

પ્રશ્ન: બે સમાજના નેતાઓ અન્ય સમાજને કેવી રીતે બેલન્સ કરીને ચાલશે?

જવાબ: અમે હંમેશા બેલેન્સ જ કર્યું જ છે. કોંગ્રેસ હંમેશા સરખો ન્યાય આપવા માટે પ્રત્યન જ કર્યો છે અને આ વખતે પણ પ્રત્યન કરીશું.

પ્રશ્ન: ભૂતકાળમાં અનેક નેતાઓ પક્ષ માંથી ટિકિટ મેળવી જીત લઈ ભાજપમા જોડાઈ જતા હોય છે?

જવાબ: આ અંગે થઇ અમે ચોક્કસ કાળજી રાખવાના છીએ, અમે તમામ ધારાસભ્યોની ગળથુથી કઈ છે, તેની વિચારશરણી કઈ છે, તે તમામ વસ્તુઓની અમે ચકાસણી કરીશું. કોંગ્રેસના ચૂંટાયા પછી છેલ્લે સામે પક્ષને ફાયદો થાય તેવા જો પ્રત્યન કરતો હશે તો તેને કાયમી રીતે કાઢી મુકવામાં આવશે. અમને એક માણસ ઓછો ચૂંટાયો હશે તે ચાલશે પરંતુ ગદારી કરનારો માણસ નહીં ચલાવી લેવામાં આવે.

પ્રશ્ન: કોંગ્રસ પક્ષમાં હજુ પણ જૂથવાદ ક્યાંક હોય તેવું? અને જાણવા મળશે તો?

જવાબ: કોંગ્રેસ પક્ષમાં ક્યાં જૂથવાદ નથી અને ભવિષ્યમાં જાણવા મળશે તો તેનો રસ્તો કાઢી લઇશું.

આ પણ વાંચો : ચૂંટણી લક્ષી નિર્ણય નથી, અમુક ખેડૂતો બિલને સમજી ના શક્યા: ડો.કિરીટ સોલંકી

આ પણ વાંચો :કોંગ્રેસના સિનિયર નેતા કપિલ સીબલની Etv Bharat સાથે ખાસ વાતચીત, મોદી અને શાહ પર કર્યા આકરા પ્રહાર

ABOUT THE AUTHOR

...view details