- પ્રાણીઓ, પક્ષીઓ અને સરીસૃપને ગરમીથી બચાવવા ઝૂ તંત્રની વિશેષ કામગીરી
- પાંજરાની બહાર કુલર મૂકવામાં આવ્યા જેથી પ્રાણીઓને ગરમીથી રાહત મળે
- પશુ પ્રાણીઓને ડી-હાઇડ્રેશનથી બચાવવા દવા યુક્ત પાણી
અમદાવાદ: આકાશમાંથી વરસતી અગનવર્ષા માનવીને અકળાવી રહી છે. લોકો ગરમીથી બચવાના જાતજાતના પ્રયાસ કરતા હોય છે, ત્યારે પશુ પંખીઓ અને પ્રાણીઓને ઉનાળાની કાળઝાળ ગરમી અકળાવી રહી હોય છે. આગ ઝરતી ગરમીથી પશુ પક્ષીઓ અને પ્રાણીઓને રાહત મળે તે માટે અમદાવાદના કમલાનેહરૂ પ્રાણીસંગ્રહાલયમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જે પ્રમાણે પાંજરાની અંદર બાર સવાર-સાંજ પાણીનો છંટકાવ કરવામાં આવે છે, તો પાંજરામાં પાણીનાં હોજની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ હોજમાં બેસીને પ્રાણીઓ ઠંડક મેળવી શકે છે, આ ઉપરાંત પાંજરામાં તાપમાન ઘટાડવા ગ્રીન નેટ બાંધવામાં આવી છે, જ્યારે પાંજરાની બહાર કુલર દ્વારા ઠંડક આપવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. ત્યારે પ્રાણીઓ અને પશુ પક્ષીઓને ડિહાઇડ્રેશનથી બચાવવા દવા યુક્ત પાણી આપવામાં આવે છે.
આ પણ વાંચો:સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયના વયોવૃદ્ધ ધીર નામના સિંહનું મોત
પ્રાણીઓ માટે 25 જેટલા કુલરો મુકવામાં આવ્યા