SP હરેશ દૂધાતે કર્યું પ્લાઝમા ડોનેટ, કોરોના પોઝિટિવમાંથી સાજા થઈને પરત ફર્યા બાદ આપ્યું ઉમદા દાન - Plasma
કોરોના વાયરસની શરૂઆતમાં અમદાવાદ અને સુરતમાં કેસ વધતાં સુપર સ્પ્રેડર અટકાવવા જેમને જવાબદારી આપવામાં આવી હતી તે SP હરેશ દૂધાત કોરોના પોઝિટિવ થયાં બાદ સાજા થઈને ફરજ પર પરત ફર્યાં હતાં અને તેમને હવે પ્લાઝમા ડોનેટ પણ કર્યું હતું.
![SP હરેશ દૂધાતે કર્યું પ્લાઝમા ડોનેટ, કોરોના પોઝિટિવમાંથી સાજા થઈને પરત ફર્યા બાદ આપ્યું ઉમદા દાન SP હરેશ દૂધાતે કર્યું પ્લાઝમા ડોનેટ, કોરોના પોઝિટિવમાંથી સાજા થઈને પરત ફર્યા બાદ આપ્યું ઉમદા દાન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8923184-thumbnail-3x2--plazma-donate-7204015.jpg)
SP હરેશ દૂધાતે કર્યું પ્લાઝમા ડોનેટ, કોરોના પોઝિટિવમાંથી સાજા થઈને પરત ફર્યા બાદ આપ્યું ઉમદા દાન
અમદાવાદ: 25 ઓગસ્ટ આસપાસ કરાઈ એકેડેમીના SP હરેશ દૂધાતનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેઓ હોમ આઈસોલેશનમાં જ રહ્યાં હતાં. જે બાદ સારવાર મેળવ્યાં બાદ 14 દિવસ બાદ તેઓ તેમની ફરજ પર પરત ફર્યા હતાં. અંદાજે 15 દિવસથી વધુ સમય તેમને સાજા થયાં બાદ તેમને પ્લાઝમા ડોનેટ કર્યું છે.