અમદાવાદ0: અમદાવાદ શહેરનો સમાવેશ કોરોના હોટસ્પોટ વિસ્તરમાં થયો છે. શહેરના પૂર્વ વિસ્તાર જેમકે જમાલપુર, દરિયાપુર, શાહપુર, કાલુપુર, દાણીલીમડા વગેરે કોરોના વાઈરસના રેડઝોન વિસ્તાર બન્યા છે. છેલ્લા કેટલાય સમયથી અમદાવાદ શહેરમાં રોજેરોજ કેસોની સંખ્યાનો આંકડો ત્રણ ડિજીટમાં આવી રહ્યો છે. સમગ્ર દેશ લોકડાઉન હોવા છતાં ક્યાંકને ક્યાંક લોકડાઉનનું ઉલ્લંઘન થતું જોવા મળે છે. પરિણામે કેસોની સંખ્યામાં વધારો થતો જાય છે.
શહેર પોલીસ માટે નવા પડકારો ઉભા થયા છે, કારણ કે પોઝિટિવ કેસોના આંકડાને કંટ્રોલ કરવા માટે તંત્ર દ્વારા નવા નિયમો બનાવવામાં આવ્યાં છે. જેમ કે ટુ વ્હીલર પર ફક્ત એક જ વ્યક્તિ જઈ શકે છે, તો કારમાં પણ બે જ વ્યક્તિને બેસવાની પરવાનગી છે. આ સાથે બિનજરૂરી કામથી બહાર નીકળતા લોકોને પણ અટકાવવા પોલીસ માટે એક મોટો પડકાર બન્યો છે.