- સ્વ.અહેમદ પટેલના પુત્ર ફૈઝલની અમદાવાદમાં મુલાકાત
- પિતાના પથ પર ચાલનાર પુત્રએ ઉમેદવારોની લીધી મુલાકાત
- આગામી દિવસોમાં નવો ચહેરો જોવા મળશે તેવા આપ્યા સંકેત
અમદાવાદ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને અંતિમ પ્રચારમાં ભાજપ કોંગ્રેસ અને અન્ય પક્ષોના ઉમેદવારો લાગી પડયા છે. ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સોનિયા ગાંધીના સલાહકાર એવા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અમદાવાદની મુલાકાતે હતા. જ્યાં તેઓએ કોંગ્રેસના ઉમેદવારો સાથે ઔપચારિક બેઠક કરી અને સ્થાનિક કક્ષાની કયા પ્રકારની ઉમેદવારી છે તે અંગેનો રિપોર્ટ મેળવ્યો હતો. ફૈઝલ પટેલે ઉમેદવારો સાથે બેઠક કર્યા બાદ તેઓને જીતનો વિશ્વાસ અપાવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી.