- સોલામાં થયેલ વૃદ્ધ દંપતિની હત્યાનો મામલો
- ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા
- 5 આરોપીની કરવામાં આવી ધરપકડ
- ફર્નિચરનું કામ કરવાવાળો માસ્ટર માઈન્ડ
અમદાવાદઃ ક્રાઈમ બ્રાન્ચની પકડમાં આવેલા આરોપી ભરત ગૌડ, રાહુલ ગૌડ, નીતિન ગૌડ, બ્રિજમોહન ગૌડ અને આશિષ વિશ્વકર્માની સંડોવણી સામે આવતાં તેમની ધરપકડ કરવામાં આવી છે. આરોપી ભરત અને રાહુલ બે સગા ભાઈ છે તો નીતિન તેનો સાળો હોવાનું સામે આવ્યું છે. ભરત અને રાહુલની બહેનના લગ્ન હોવાથી સાસરિયા પક્ષે બુલેટ, ફ્રિજ અને ટીવીના દહેજની માગણી કરી હતી. જે માટે તેને રૂપિયાની જરૂર ઉભી થઈ હતી.
આ પણ વાંચોઃ અમદાવાદમાં વૃદ્ધ દંપતીની હત્યા, પોલીસે તપાસ શરૂ કરી
- આરોપીઓએ આવું કર્યું પ્લાનિંગ
ભરત ગત 14 ફેબ્રુઆરીથી 24 ફેબ્રુઆરી સુધી મૃતક અશોકભાઈના ઘરે ફર્નિચર કામ માટે ગયો હતો. ત્યાં તેને નીતિનને પણ બોલાવ્યો હતો. તે સમયે મૃતકનો પરિવાર દુબઈ રહેતો હોવાનું સામે આવતાં 15 દિવસ ચોરીનું પ્લાનિંગ કરી રેકી કરવામા આવી હતી. ત્યાર બાદ ચોરીના ઈરાદે ઘરમાં ઘૂસ્યાં હતાં. રાત્રે કર્ફ્યૂ હોવાથી વહેલી સવારનો સમય પસંદ કર્યો હતો. રેકી કરવા તથા ગુનાને અંજામ આપવા વડોદરાથી 3 બાઈક અને 20 જેટલા મોબાઈલની ચોરી કરી હતી. જેમાથી બે બાઈકનો ઉપયોગ કર્યો હતો. ઘટનાના દિવસે ભરતને છોડી અન્ય 4 આરોપી રાહુલ, નીતિન, આશિષ અને બ્રિજમોહન અશોકભાઈના ઘરમાં ગયાં હતાં. ફર્નિચરના ફોટા પાડવાના બહાને ઘરમાં ઘૂસી અશોકભાઈને બેભાન કર્યાં હતાં. બાદમાં જ્યોત્સનાબેને પ્રતિકાર કરતા ઘણાં ઘા મારી હત્યા નિપજાવી 12 હજારની લૂંટ ચલાવી હતી. બેભાન થયેલા અશોકભાઈને પણ ઘા મારી ફરાર થયાં હતાં. પરંતુ કાર અથડાતાં બાઈક પર ભાગી ગયાં હતાં. ઉલ્લેખનીય છે કે બનાવ સમયે નીતિન પોતાના મિત્ર રવિ શર્માને તમામ માહિતી આપી રહ્યો હતો.