ગુજરાત

gujarat

ETV Bharat / city

Sokhda Temple Controversy: સત્તા માટેનો વિખવાદ ખોટો છે, જેનો અંત સમાધાન છે: ગુજરાત હાઈકોર્ટ - Sokhada Haridham Valuation of property

સોખડા સ્વામિનારાયણ મંદિર વિવાદ (Sokhda Temple Controversy) મુદ્દે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આજે ફરી સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં કોર્ટે બંને પક્ષોને સાથે મળીને કામ કરવા અને સમજૂતી શોધવા માટે કહ્યું છે. હાઈકોર્ટના મતે આ એક ધાર્મિક મામલો(Sokhada Haridham Religious matter) છે જેનો શાંતિપૂર્વક ઉકેલ લાવવો જોઈએ.

Sokhda TemplSokhda Temple Controversy: સત્તા માટેનો વિખવાદ ખોટો છે, જેનો અંત સમાધાન છે: ગુજરાત હાઈકોર્ટe Controversy: સત્તા માટેનો વિખવાદ ખોટો છે, જેનો અંત સમાધાન છે, ગુજરાત હાઈકોર્ટ
Sokhda Temple CoSokhda Temple Controversy: સત્તા માટેનો વિખવાદ ખોટો છે, જેનો અંત સમાધાન છે: ગુજરાત હાઈકોર્ટntroversy: સત્તા માટેનો વિખવાદ ખોટો છે, જેનો અંત સમાધાન છે, ગુજરાત હાઈકોર્ટ

By

Published : Apr 28, 2022, 10:23 PM IST

Updated : Apr 29, 2022, 8:14 AM IST

અમદાવાદ: સોખડા સ્વામિનારાયણ મંદિર વિવાદ (Sokhda Temple Controversy) મામલે ગુજરાત હાઈકોર્ટે(Gujarat High Court Ahmedabad) દ્વારા આજે વધુ સુનાવણી હાથ ધરાઈ હતી.જેમાં કોર્ટે બંન્ને પક્ષે સાથે મળી સમાધાન લાવવા માટે ભાર મૂક્યો છે અને આ એક ધાર્મિક મુદ્દો છે તેને સમાધાનથી નિવેડો લાવવો એવું હાઈકોર્ટે કહ્યું છે. કોર્ટે સુનાવણી દરમિયાન બન્ને પક્ષેને ટકોર કરતા કેટલીક મહત્વની વાતો પણ કહી હતી. કોર્ટે કહ્યું કે, બન્નેમાં એક જ ગુરુના શિષ્યો છે, ગુરુના સ્વર્ગવાસ પછી શું એમના મૂલ્યો જતા રહે? આ મુલ્યો હંમેશા રહેવાના જ છે. જેથી આ બાબતે નિરાકરણ લાવવામાં આવવું જોઈએ.

આ પણ વાંચો:વડોદરામાં શહેર કોંગ્રેસ અને હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સંતોએ ભેગાં મળી રસોડું ઉભું કર્યું

મિલકત કે સત્તા વિખવાદ ખોટો -આ મામલે સુનાવણી દરમિયાન પ્રેમ સ્વરૂપ સ્વામીના વકીલ તરફથી કેહવામાં આવ્યું કે, હરિપ્રસાદ સ્વામી મૃત્યુ પામ્યાંએ પહેલાં 2018માં તેમણે પ્રેમ સ્વરૂપ સ્વામીને ટ્રસ્ટના પ્રેસિડેન્ટ નીમ્યાં હતા. ટ્રસ્ટ મિલકતનું વેલ્યુએશન(Sokhada Haridham Valuation of property) 10 હજાર કરોડ થાય છે. જ્યારે આવું ક્યાંય રેકોર્ડ પર નથી. જેથી 10 હજાર કરોડની મિલકતની વાત ખોટી છે. કોર્ટે કહ્યું કે મિલકત કે સત્તા માટે સાધુઓ વિખવાદ કરે છે એવો ખોટો મેસેજ(Sokhada Haridham Religious matter) સમાજમાં જઈ રહ્યો છે.સમાધાનથી પ્રશ્નનો ઉકેલ માંગીએ છીએ પણ કયા પ્રશ્નો છે એ સમજવુ જરૂરી છે.

આ પણ વાંચો:Sokhada Haridham Controversy: હાઇકોર્ટે કર્યું હરિભક્તોની સતામણી થઇ હોવાનું અવલોકન, જાણો સમગ્ર મામલે વધુ શું થયાં આદેશ

આ બાબતે મોટી વાત એ છે -કોર્ટે એ પણ કહ્યું કે, 'કોર્ટને ખબર છે કે કોને શું ખૂંચે છે, પણ આટલું સારું કામ કરનાર સંપ્રદાયમાં સાધુઓના વિખવાદ યોગ્ય નથી. જસ્ટિસ સોનિયાબેન ગોકાણી અને જસ્ટિસ મૌનાબેન ખંડપીઠે, ખુલ્લા મનથી પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી વચ્ચે ચર્ચા જરૂરી હોવાનું કહ્યું. હાલ સ્થિતી એવી છે કે આંખમાં આંખ નાખીને બંને સંતો વાત પણ કરતાનથી. સમાજના ભલા માટે પણ અને પોતાના ગુરુના લક્ષયાંકને પૂરો કરવા માટે બંન્ને સાધુઓ સાથે બેસીને પ્રશ્નોનું નિરાકરણ લાવવું જોઈએ.જે બાબતે આજે એટલે કે ગુરુવારે પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામીના વકીલ તથા સાધુઓના પ્રતિનિધિઓ સાથે મળી એક મહત્વની બેઠક યોજાશે. જેમાં સમાધાનની ફોર્મ્યુલા અંગે ચર્ચા કરવામાં આવશે. આ મામલે વધુ સુનાવણી આવતીકાલે હાથ ધરવામાં આવશે.

Last Updated : Apr 29, 2022, 8:14 AM IST

ABOUT THE AUTHOR

...view details