ગુજરાત

gujarat

ETV Bharat / city

શાહપુરની મસ્જિદમાં રોકાયેલા 16 લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા - કોરોના વાયરસ સલામતી

અમદાવાદ કોર્પોરેશનની ટીમે બાતમીના આધારે બહારથી આવેલા 16 લોકોની ધરપકડ કરી છે. આ તમામ લોકોને રંગીલા પોલીસ ચોકી પાછળ આવેલી મસ્જિદમાં આશરો આપવામાં આવ્યો હતો. તંત્રએ તમામ 16 લોકોની અટકાયક કરીને તેમને ક્વોરેન્ટાઈનમં રાખ્યા છે.

ETV BHARAT
શાહપુરની મસ્જિદમાં રોકાયેલા 16 લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા

By

Published : Apr 5, 2020, 5:22 PM IST

અમદાવાદઃ શહેરના કોટવિસ્તારમાં કોરોના કેસોમાં સતત વધારો થતાં AMC તંત્ર હરકતમાં આવ્યું છે. અમદાવાદના રંગીલા પોલીસ ચોકી પાછળ આવેલી મસ્જિદમાંથી કર્ણાટકના 16 વ્યક્તિની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરવામાં આવી છે. કોર્પોરેશનની હેલ્થ ટીમ અને શાહપુર પોલીસે સંયુક્ત રીતે મસ્જિદમાં તપાસ કરતાં બહારથી આવેલા 16 લોકો અહીં મળી આવ્યા હતા. જેથી આ તમામ લોકોને હાલ નિકોલ ખાતે ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.

શાહપુરની મસ્જિદમાં રોકાયેલા 16 લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા

જીવલેણ વાઇરસને વધુ ફેલાતા રોકવા માટે શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં RAFની ટૂકડીઓને તૈનાત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત રંગીલા પોલીસ ચોકી સહિત અન્ય વિસ્તારોમાં પણ પોલીસ સતત પેટ્રોલિંગ કરી લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી રહીં છે.

ABOUT THE AUTHOR

...view details