અમદાવાદ:ગુજરાત વિધાનસભા 2022 (Gujarat Assembly 2022)ની ચૂંટણીનું વર્ષ છે. ગુજરાતમાં શિક્ષણ (Education In Gujarat)ના મુદ્દે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે રીતસરનું શિક્ષણના મુદ્દાને લઇને યુદ્ધ શરુ થયું છે. દિલ્હીમાં વર્લ્ડ ક્લાસ સ્કૂલ બનાવવાના દાવા સાથે આમ આદમી પાર્ટી હવે ગુજરાત પહોંચી ગઇ છે અને દિલ્હીના ઉપ-મુખ્યપ્રધાન મનિષ સિસોદિયા આજે ગુજરાતની શાળાઓની સ્થિતિ ઉજાગર કરવા ગુજરાતના ભાવનગર (Sisodia Bhavnagar Visit)ખાતે પહોંચ્યા હતા.
2 શાળાની મુલાકાતમાં દુ:ખ થયું. અહીં બાળકો માટે બેસવા બેંચ નથી. 2 શાળાની મુલાકાતમાં દુ:ખ થયું-દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનિષ સિસોદિયાએ રાજ્યના શિક્ષણપ્રધાનના (Education Minister Of Gujarat) હોમટાઉન ભાવનગરમાં સરકારી શાળાઓનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ મનીષ સિસોદિયાએ જણાવ્યું કે, ગુજરાતના શિક્ષણપ્રધાને અહંકાર સાથે કહ્યું હતું કે, અમે ગુજરાતની શાળાઓ (Government Schools In Gujarat) એટલી સારી કરી છે કે કોઇને ચિંતા કરવાની જરૂર નથી. જો કોઇને ન ગમતું હોય તો તે ગુજરાત છોડીને જઇ શકે છે, પરંતુ આજે મેં ભાવનગરની 2 શાળાઓ (Government Schools In Bhavnagar)ની મુલાકાત લીધી છે. 2 શાળાની મુલાકાતમાં દુ:ખ થયું. અહીં બાળકો માટે બેસવા બેંચ નથી. બેંચ તો દૂરની વાત છે, ફ્લોર (Bhavnagar Government School's Condition) પણ નથી. બાળકો માટે સારા શૈચાલચ નથી. ટીચર 5-6 કલાક આવે છે તો બાળકો કઇ રીતે ભણતા હશે. એક ખૂણો શાળામાં એવો નથી જ્યાં કરોળિયાના જાળા ન હોય.
આ પણ વાંચો:વાઘાણીના ગઢમાં સિસોદિયાની રેડ, ભાવનગરની શાળાની સ્થિતિ જોઇને દિલ્હીના શિક્ષણ પ્રધાન થયા આશ્ચર્યચકિત
ભાજપના 27 વર્ષના શાસન પર સવાલ ઊભા કર્યા- તો બીજી તરફ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર સરકારે સ્કૂલોની કાયાપલટ કરી હોવાનો અને વર્લ્ડ ક્લાસ સ્કૂલો બનાવાનો દાવો કર્યો છે. આમ આદમી પાર્ટીએ શાળા અને શિક્ષણના મુદ્દે તાજેતરમાં યોજાયેલી 4 રાજ્યોની ચૂંટણીમાં પણ આ મુદ્દો જોરશોરથી ચગાવ્યો હતો. હવે, આમ આદમી પાર્ટી ગુજરાત પહોંચી છે, જ્યાં આ વર્ષના અંત સુધીમાં ચૂંટણી યોજાવાની છે. દિલ્હીના ઉપ-મુખ્યપ્રધાન મનીષ સિસોદીયા સોમવારે ગુજરાતના ભાવનગરની મુલાકાતે આવ્યા હતા અને સરકારી શાળાઓમાં જઇને જાતે માહિતી મેળવી સરકારી શાળાઓની ખરાબ હાલત હોવાનું જણાવી (Sisodia Press Conference Gujarat) ભાજપના 27 વર્ષના શાસન પર સવાલ ઊભા કર્યા હતા.
ટોયલેટ એવા છે કે એક મિનિટ પણ ઊભા ન રહી શકો- તેમણે જણાવ્યું હતું કે, 27 વર્ષથી ભાજપ ગુજરાતમાં સરકાર ચલાવે છે પણ ગુજરાતના લોકોને કેવી સરકારી સ્કૂલો આપી છે તેની ઝલક જૂઓ. ગુજરાતના શિક્ષણપ્રધાનની વિધાનસભા બેઠક (bhavnagar assembly constituency) ભાવનગરમાં આજે મેં સરકારી સ્કૂલોની મુલાકાત લીધી હતી. શિક્ષણપ્રધાનના વિસ્તારમાં જે સ્કૂલ છે ત્યાં ટોયલેટ એવા છે કે તમે એક મિનિટ પણ ઊભા રહી ન શકો. કેવી રીતે કોઇ શિક્ષક અહીં 7 કલાક સ્કૂલમાં રહીને ભણાવી શકશે? વાલીઓએ પણ જણાવ્યું કે, બાળકો અને શિક્ષકને ટોયલેટ જવું હોય તો તેઓ ઘરે જતા રહે છે અને ક્યારેક તો તેઓ પાછા પણ આવતા નથી. આમ આદમી પાર્ટીએ પણ મનીષ સિસોદીયાનો ગુજરાતની સ્કૂલોનો વિડીયો પણ ટ્વીટ કર્યો હતો.
આ પણ વાંચો:Manish Sisodia Gujarat Visit: ગુજરાતનો વિકાસ જોવા ઉત્સુક: મનીષ સિસોદિયા
અરવિંદ કેજરીવાલે પણ ટ્વીટ કરીને કર્યો પ્રશ્ન- તો બીજી તરફ મનીષ સિસોદીયાના ટ્વીટ પર દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલે પણ ટ્વીટ કરીને કહ્યું કે, સરકારી સ્કૂલોની ખરાબ હાલત જોઇને દુઃખ થાય છે. આઝાદ થયે 75 વર્ષ થઇ ગયા. આપણે સારા શિક્ષણની વ્યવસ્થા કરી શક્યા નથી. કેમ? દરેક બાળકને સારું શિક્ષણ નહી મળે તો ભારત કેવી રીતે પ્રગતિ કરશે. આવો, આપણે પ્રણ લઇએ કે દરેક બાળકને સારું શિક્ષણ મળે, તેના માટે આપણે સહુ મળીને પ્રયાસ કરીશું.