અમદાવાદઃ કેન્દ્ર સરકારની ગાઈડલાઈન બાદ રાજ્ય સરકારે શુક્રવારના રોજ આગામી તહેવારોને લઈને ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં નવરાત્રિ, દશેરા, દિવાળીને લઈ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. એક કલાકના કાર્યક્રમમાં 200થી વધુ લોકો એકત્ર કરી શકાશે નહીં. રાજ્યમાં આગામી તહેવારો બેસતા વર્ષ, નૂતન વર્ષ સ્નેહમિલન સમારંભને લઈને સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે. જ્યારે દશેરા, લોકમેળા, રાવણ દહન, રામલીલા, શોભાયાત્રા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
રાજ્યમાં તહેવારોને લઇને સરકારની ગાઇડલાઇન જાહેર, જાણો શું છે કલાકારોના મંતવ્યો..? - રાજ્ય સરકારની ગાઇડલાઇન
નવરાત્રિના તહેવારોને લઈને રાજ્ય સરકારની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. આગામી સમયમાં હવે રાજ્યમાં નવરાત્રિ, દશેરા, દિવાળીને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં ગરબાને લઈને શુક્રવારના રોજ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં હવે કોઈ પણ પ્રકારના ગરબાનું આયોજન કરી શકાશે નહીં. પરંતુ ગરબી, મૂર્તિની સ્થાપના અને પૂજા–આરતી કરી શકાશે. કોરોના મહામારીના કારણે કોઈ પણ ફોટો, મૂર્તિ ચરણ સ્પર્શ, પ્રસાદ વિતરણ કરી શકાશે નહીં. આ માટે સ્થાનિક તંત્રની મંજૂરી આવશ્યક છે.
ગુજરાતી ગાયકોના મંતવ્ય....
આ વિશે કલાકારો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને કહી રહ્યા છે કે, સરકાર જે રેલીઓ અને ચૂંટણીના આયોજનો કરી રહ્યા છે તો તે પણ બંધ થવા જોઈએ. કલાકાર સંગઠનો હવે આંદોલનના માર્ગ પર પણ જઈ શકે છે તેવું કલાકારો સહિતના સંગઠનો જણાવી રહ્યા છે.
છેલ્લા 6 મહિનાથી કાર્યક્રમ બંધ હતા, જેથી અમુક કલાકારો નવરાત્રીના યોજાવાના સરકાર ના નિર્ણયથી નિરાશ છે અને થોડા કલાકારોએ તેને ખેલદિલીથી બિરદાવીને સરકારના નિયમોનું પાલન કરવા પણ જણાવી રહ્યા છે.