ગુજરાતીઓનો મનગમતો તહેવાર એટલે નવરાત્રી. નાના છોકરાઓથી લઈને મોટી ઉંમરના બધા લોકો આ તહેવારનો આનંદ ઉઠાવે છે. નવરાત્રી જેમ-જેમ નજીક આવતી જાય છે તેમ તેમ શહેરમાં ખેલૈયાઓની સંખ્યા બમણી થતી જાય છે અને દર વર્ષે નવા ગીતો અને નવા સ્ટેટસ આવવાથી ખેલૈયાઓ પણ ગરબાને સારી રીતે એન્જોય કરતા હોય છે.
જાણીતી સિંગર ભૂમિ ત્રિવેદીએ અમદાવાદમાં નવરાત્રી માટે 'ટીચકી' સોંગ કર્યું શૂટ - Ahmedabad
અમદાવાદ: નવરાત્રી શબ્દ સાંભળતા જ યુવાધન હિલોળે ચડે છે ત્યારે અમદાવાદમાં પણ યુવા હૈયાઓમાં નવરાત્રીની કાગડોળે રાહ જોવાઇ રહી છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં યુવાનો છેલ્લા ત્રણ મહિના કરતાં વધુ સમયથી દાંડીયા રાસના જુદા જુદા ગરબા ક્લાસીસમાં શીખવા જઈ રહ્યા છે અને નવા નવા સ્ટેપ્સ શીખી રહ્યા છે ત્યારે જાણીતી સિંગર ભૂમિ ત્રિવેદીએ અમદાવાદમાં ટીચકી ગીતનું શુટ કર્યું હતું. તેમની સાથે સિદ્ધાર્થ અમિત ભાવસાર તથા આદિત્ય ગઢવી પણ હાજર રહ્યા હતા. આ સોંગના ડિરેક્ટર પાર્થ ભરત ઠક્કર પણ શૂટમાં હાજર રહ્યા હતા.
Bhumi Trivedi
આ નવા સોંગ ટીચકી વિશે વાત કરતા પાર્થ જણાવે છે કે, "આ ગીત પાંચ મિનિટનું છે અને તે મારી youtube ચેનલ પર રિલીઝ થશે. નવરાત્રિમાં લોકોને દર વર્ષ કંઈક નવું જોઈતું હોય છે અને અમે દર વર્ષે લોકોને નવું અને મજા પડે તેવું સંગીત પીરસતા હોઈએ છીએ. જેનાથી ખેલૈયાઓનો ઉત્સાહ જળવાઈ રહે અને નવ દિવસ સુધી તેઓ ગરબા કરી શકે."