- CMએ ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ તરફ લઇ જવાની સ્પષ્ટ નેમ વ્યક્ત કરી
- શાસન કર્તાની નૈતિક ફરજ સૌ જીવોની અભયદાનની
- શાસન દાયિત્વ સંભાળ્યુ ત્યારથી કાયદાની મર્યાદામાં રહીને વધુ જીવોની રક્ષા માટેનું કાર્ય
અમદાવાદ :CM વિજય રૂપાણીએ જીવદયા, અનુકંપા અને કરૂણાના સંસ્કાર વારસાને વધુ પ્રબળ બનાવી અહિંસક, દિવ્ય, ભવ્ય ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ તરફ લઇ જવાની સ્પષ્ટ નેમ વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, શાસન કર્તાની નૈતિક ફરજ સૌ જીવોની અભયદાનની છે. આ સરકારે શાસન દાયિત્વ સંભાળ્યુ ત્યારથી કાયદાની મર્યાદામાં રહીને વધુને વધુ જીવોની રક્ષા માટેનું કાર્ય કરેલું છે. વિજય રૂપાણીએ ઉમેર્યુ કે, આપણું ગુજરાત હેમચંદ્રાચાર્ય, મહાત્મા ગાંધી, સરદાર સાહેબનું ગુજરાત છે. જીવદયા આપણા સંસ્કાર છે, ત્યારે 'અહિંસા પરમો ધર્મ'ના મંત્રને આત્મસાત કરીને રાજ્યમાં ગૌવંશ હત્યા કાનૂન કડક બનાવ્યાં છે. ગૌવંશ હત્યા કરનારને 14 વર્ષ જેટલી આકરી કેદની સજાની જોગવાઇ કરીને આ કાયદો વધુ સુદ્રઢ બનાવ્યો છે.
આ પણ વાંચો : નડિયાદમાં દાંડીયાત્રાનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સ્વાગત કર્યું
ઘાસચારા માટે રૂપિયા 1,600 કરોડ જેટલા અંદાજિત ખર્ચ
CMએ વધુમાં કહ્યું કે, કરૂણા અભિયાનથી 350 જેટલા ફરતા પશુને દવાખાનાની સેવા અપાઇ છે. પાંજરાપોળના પશુઓને સહાય જેવા અનેક સંવેદનાસ્પર્શી પગલા આ સરકારે જીવદયાની પ્રેરણાથી લીધા છે. મુખ્યપ્રધાને રાજ્યની પાંજરાપોળો આત્મનિર્ભર બને, પોતાના પશુધન માટે પોતે જ ઘાસચારો ઉગાડી શકે તે હેતુસર ગયા વર્ષના બજેટમાં 100 કરોડ ફાળવ્યા હતા. તેજ પરિપાટીએ આ વર્ષના બજેટમાં પણ 100 કરોડની ફાળવણી કરીને તેની ભૂમિકા આપી હતી. તેમણે ખાસ કરીને કચ્છના બન્ની વિસ્તારમાં મોટા પાયે ઘાસચારો ઉગાડીને દુકાળના સમયમાં કચ્છના પશુધનને કચ્છનું જ ઘાસ મળી રહે તેવી વ્યવસ્થા માટે રૂપિયા 1,600 કરોડ જેટલા અંદાજિત ખર્ચે રાજ્ય સરકાર ઉભી કરી રહી છે તેનો પણ ખ્યાલ આપ્યો હતો.