અમદાવાદ :શસ્ત્ર પૂજનમાં (Shastra Puja 2022) શસ્ત્રોની પૂજા સાથે સાથે ગજરાજની પૂજા અને અશ્વ અને ગૌવંશની પણ પૂજા કરવામાં આવી હતી. આજના દિવસે જ રામ ભગવાને અહંકાર અને અધર્મના પ્રતીક સમાન એવા રાવણનું વધ કરીને અધર્મ ઉપર ધર્મનો વિજય થયો હતો. તે દિવસથી લઈને આજ સુધી દશેરાનું પર્વ (Dussehra 2022) રાવણ દહન કરીને પૂજા કરીને ધામધૂમથી ઉજવવામાં આવે છે.
અમદાવાદમાં રાજપૂત સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું શસ્ત્ર પૂજન - દશેરા 2022
નવરાત્રિના તહેવારમાં અંતિમ દિવસ એટલે કે દશેરાનું ખાસ મહત્વ (Significance of Dussehra) હોય છે. જેમાં દશેરાના દિવસે શસ્ત્ર પૂજનનું વિશેષ મહત્વ (Significance of Shastra Puja) રહેલું છે. ત્યારે અમદાવાદમાં રાજપૂત વિદ્યાસભા દ્વારા શસ્ત્ર પૂજનનું (Rajput community Shastra Puja in Ahmedabad) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર રાજપૂત સમાજ એક મંચ પર એકત્રિત થયો હતો અને વિધિવત રીતે શસ્ત્ર પૂજન કર્યું હતું.
અમદાવાદમાં રાજપૂત વિદ્યાસભા દ્વારા શસ્ત્ર પૂજન :રાજપૂત યુવા સંગઠનના પ્રમુખ સુરેન્દ્રસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, દેશભરમાં દશેરાનો (Dussehra 2022) તહેવારો ઉજવામાં આવી રહ્યો છે. દશેરા એટલે રાજપુત સમાજ માટે આજે દિવાળી જેવો પર્વ કહેવાય અધર્મ પર ધર્મની જીત અને અસત્ય પર સત્યની જીતના પ્રતિક તરીકે દશેરા ઉજવવામાં આવે છે. 1965 થી આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે જેમાં રાજપુત સમાજના સામાજિક અગ્રણીઓ હાજર રહીને શસ્ત્ર પૂજન (Shastra Puja 2022) કરે છે.
વિધાનસભાની ચૂંટણી આવી રહી છે નજીક :શસ્ત્ર પૂજનની (Shastra Puja 2022) સાથે સાથે રાજપૂત સમાજનું સંમેલન પણ રાખવામાં આવે છે. ખાસ વાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) નજીક આવી રહી છે. અમારા સમાજનું પ્રતિનિધિત્વ રહે અને આગામી યોજનાઓ શું પ્લાન કરી શકાય તેવા સંદેશ સાથે રાજપૂત સમાજનું સંમેલન પણ યોજવામાં આવ્યું હતું.