અમદાવાદ: શ્રેય હોસ્પિટલ આગકાંડ બાદ 4 દિવસ સુધી પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. ગત રોજ તપાસ કમિટીએ સરકારને રિપોર્ટ સોંપ્યો હતો. જે બાદ FSLના રિપોર્ટમાં ખામીઓ આવી તેના આધારે હોસ્પિલના ટ્રસ્ટી વિરુદ્ધ બેદરકારીનો ગુનો નોધ્યો છે.
શ્રેય હોસ્પિટલમાં આગ લાગતા ICUમાં દાખલ 8 દર્દીઓના મોત થયા હતા. આ મામલે કોની બેદરકારીના કારણે મોત થયું છે. તે પોલીસ નક્કી કરી શકતી નથી. ત્યારે FSL રિપોર્ટ અને પીએમ રિપોર્ટની પોલીસ દ્વારા રાહ જોવાઈ રહી હતી, ત્યારે FSL રિપોર્ટ આવ્યો હતો. જેમાં આગ લાગી ત્યાં ઉત્તરે અને દક્ષિણ દીવાલે આવેલી બારીઓ સ્ક્રુ વડે ફીટ કરવાથી ધુમાડો બહાર નીકળી શકતો નહોતો. જેથી ધુમાડો અંદર જ રહેતા ધુમાડાને કારણે આગ લાગી હતી અને ફાયર NOCના હોવાને કારણે પણ ફાયર ઓડિટ થઈ શક્યું નહોતું.