અમદાવાદ: અમદાવાદમાં ગઈકાલે રાત્રે ૩ વાગ્યાની આસપાસ આગ લાગવાનો બનાવ બન્યો હતો. જેમાં આઈસીયુમાં ભરતી કરેલ પાંચ પુરુષો અને ત્રણ મહિલાના મૃત્યુ થયાં હતાં. આ મામલે વધુ તપાસ હાથ ધરતાં હોસ્પિટલ પાસે ફાયર વિભાગનું એન.ઓ.સી પણ ન હોવાનું સામે આવ્યું હતું. કોવિડ કેર હોસ્પિટલ જાહેર કરવાના મામલે પહેલાંથી જ તપાસ કર્યા વગર જાહેર કરવાની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારી પણ સામે આવી હતી.
શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ: સરકારી ચોપડે મૃતકોના મોતનું કારણ આગના બદલે કોરોના દર્શાવાયું - એએમસી
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં ગઈકાલે આગ લાગવાના કારણે આઈસીયુમાં ભરતી કરેલ 8 દર્દીઓના મોત નીપજ્યાં હતાં. જેના પર પોલીસે અકસ્માતે મોતની કલમ નોંધીને તપાસ હાથ ધરી હતી. આજે સરકારી ચોપડે મૃત્યુનું કારણ આગના બદલે કોરોના વાયરસ દર્શાવાયું છે.
![શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ: સરકારી ચોપડે મૃતકોના મોતનું કારણ આગના બદલે કોરોના દર્શાવાયું શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ: સરકારી ચોપડે મૃતકોના મોતનું કારણ આગના બદલે કોરોના દર્શાવાયું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8333171-thumbnail-3x2-shrey-7207084.jpg)
શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ: સરકારી ચોપડે મૃતકોના મોતનું કારણ આગના બદલે કોરોના દર્શાવાયું
હોસ્પિટલની બેદરકારીનો ભોગ બનીને મીનિટોમાં ભસ્મીભૂત થઈ ભયાનક આગમાં મોતને ભેટેલાં 8 દર્દીઓના પરિવારજનોને આઘાત લાગે તેમ આજે તંત્ર દ્વારા વધુ એક શરમજનક કૃત્ય કરવામાં આવ્યું છે, જેમાં તંત્ર દ્વારા સરકારી ચોપડે તમામ દર્દીઓના મોતનું કારણ કોરોના હોવાનું નોંધાયું છે.