શિવ ભક્તિની દરેકની અલગ અલગ રીત હોય છે પરંતુ હસમુખભાઇની રીત સાવ અનેરી છે. નથી તેમણે કર્યો ચિત્રકલાનો કોઇ અભ્યાસ કે નથી લીધી કંઇ ખાસ તાલીમ...સ્વયંભુ રીતે ભગવાનની કૃપા થતાં તેમણે શિવજીના આ ચિત્રો બનાવાની શરૂઆત વર્ષ ૨૦૦૩માં કરી હતી. માત્ર કાળી અને લાલ રંગની પેનનો ઉપયોગ કરી તેઓ આ ચિત્રો બનાવે છે. ચિત્રો બનાવતા બનાવતા તેમને વધુ એક સ્ફૂરણા થઈ કે આ ચિત્રોનું સૌ કોઈ દર્શન કરી શકે તે માટે તમામ જ્યોતિર્લીંગ પર તેનું પ્રદર્શન કર્યું અને તેને નામ આપ્યું શિવદર્શન. 12 જ્યોતિર્લીંગના તિર્થસ્થાનો પર શિવદર્શન યોજ્યા બાદ હવે તેઓ શ્રાવણ પર્વમાં શીવના શણગાર કરી શિવભક્તિ કરી રહ્યા છે.
આ ચિત્રોની વિશેષતા એ છે કે તેઓ માત્ર કાળી અને લાલ પેનથી જ ચિત્ર બનાવે છે અને એક વખત પેન ઉપાડ્યા બાદ તે અટકતી નથી. ચિત્રો ભગવાન શિવના 12 જ્યોતિલીંગ પર બનાવ્યા છે, તે ઉપરાંત શિવ કથા પરના જુદા જુદા થીમ પર પણ ચિત્રો બનાવ્યા છે. આ કલાકૃતિઓ માટે મંદિરના મહારાજે તેમને પ્રેરણા આપી છે જેથી મહારાજને હસમુખભાઈ પોતાના ગુરુ માને છે.