અમદાવાદ: જાસપુર ખાતે વિશ્વના સૌથી મોટા માઁ ઉમિયાના મંદિરનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો. આ મંદિર અનેક રીતે અનોખું છે. જેમ કે, આ મંદિર 431 ફૂટ જેટલું ઊંચું હશે. મંદિરના ટોપ વ્યુ ગેલેરીમાંથી સમગ્ર અમદાવાદના દર્શન થઇ શકશે.
માઁ ઉમિયાના મંદિરનો શિલાયાન્સ કાર્યક્રમ યોજાયો, મુખ્ય પ્રધાન સહિતના મહાનુભાવો રહ્યા હાજર - અમદાવાદના તાજા સમાચાર
અમદાવાદના જાસપુર ખાતે વિશ્વના સૌથી મોટા માઁ ઉમિયાના મંદિરનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સહિતના અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. આ ઉપરાંત હિન્દુ ધર્મના અનેક સંપ્રદાયના સાધુ સંતો પણ હાજર રહ્યા હતા.
માઁ ઉમિયાના મંદિરનો શિલાયાન્સ કાર્યક્રમ યોજાયો
માઁ ઉમિયાના મંદિરના નિર્માણ માટે જર્મનીથી આર્કિટેક્ટ બોલાવવામાં આવ્યા છે. આ મંદિર 100 વીઘા જમીનમાં ફેલાયેલું હશે. આ મંદિરના પ્રોજેક્ટ પાછળ અંદાજે 1,000 કરોડનો ખર્ચ થવાનો છે. માઁ ઉમિયાનું આસન મંદિરના ધરાતળથી 52 ફૂટ જેટલું ઉચું સ્થાપિત કરવામાં આવ્યું છે.
આ મંદિરનું નિર્માણ પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવી રહ્યું છે, પરંતુ આ મંદિર ભારતના 51 શક્તિપીઠો પછીનું કદાચ 52મું શક્તિપીઠ બની રહે તો નવાઈ નહીં.