ગુજરાત

gujarat

ETV Bharat / city

નવરાત્રીમાં રોમિયો થઈ જજો સાવધાન: મહિલાઓની સુરક્ષા માટે 'SHE ટીમ' તૈનાત કરાઈ - navaratri festival in ahmedabad

અમદાવાદઃ રાજ્યના દરેક શહેરોમાં નવરાત્રી દરમિયાન કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટનાઓ ન બને તે માટે પોલીસ વિભાગ સતત સક્રિય રહે છે, ત્યારે અમદાવાદ પોલીસે આ નવરાત્રી માટે ખાસ 'SHE ટીમ'ની રચના કરી છે. જેથી મહિલા અને યુવતીઓની છેડતી અટકાવી શકાય અને અસામાજીક તત્વોને ઝડપી પાડવામાં સરળતા રહેશે.

She team prepared for Navratri

By

Published : Sep 26, 2019, 6:09 PM IST

આ 'SHE ટીમ' એટલે મહિલાઓ દ્વારા મહિલાઓ થકી અને મહિલાઓ માટે જ કાર્યરત એવી પોલીસ વિભાગની મહિલા પોલીસ દ્વારા બનાવવામાં આવેલી એક સશક્ત અને સજ્જ ટીમ છે. આ ટીમનો મૂળ ઉદ્દેશ મહિલાઓની સુરક્ષા અને રક્ષણ કરવાનું છે. નવરાત્રી દરમિયાન ગરબાનું આયોજન થનાર જગ્યાઓ, કોલેજ કેમ્પસ, પીજી હોસ્ટેલ, જાહેર સ્થળો જેવા કે, બાગ-બગીચા અને જાહેર જગ્યા પર કોઈ પણ મહિલાઓ સાથે છેડતીનો બનાવ ન બને તે માટે આ ટીમ દિવસ-રાત સતત પેટ્રોલિંગ કરશે. જે દરમિયાન છેડતીખોર અને રોમિયોગીરી કરતા વ્યક્તિઓને સ્થળ પર જ પકડવા માટે આ ટીમ બનાવવામાં આવી છે.

મહિલાઓની સુરક્ષા માટે 'SHE ટીમ' તૈનાત કરાઈ

પ્રવિણ મલના જણાવ્યાં અનુસાર, કુલ 52 પોલીસ સ્ટેશનમાંથી 7 જેટલા લોકો આ ટીમમાં હશે. નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે આ ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે. બહેનોની સુરક્ષા માટે મહિલા પોલીસની ટીમ સિવિલ ડ્રેસમાં પણ સરપ્રાઈઝ ચેકીંગ કરશે. જેથી મહિલાઓની છેડતી અને હેરાન પરેશાન કરનારા જાગૃત થાય અને આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકે તે માટેનું એક આયોજન છે.

ABOUT THE AUTHOR

...view details