ગુજરાત

gujarat

ETV Bharat / city

શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં થશે એન્ટ્રી, કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ આપ્યા સંકેત

શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં (Former CM Shankarsinh Vaghela) એન્ટ્રી થશે. કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ (Congress leader Arjun Modhwadia) સંકેત આપ્યા છે. આ મામલે કોંગ્રેસના મોટાનેતા અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે, બાપુ માટે માર્ગ મોકળો જ છે. આ માટેનો ચોક્કસ નિર્ણય બાપુ અને હાઈકમાન્ડ લેશે.

By

Published : Oct 4, 2022, 1:25 PM IST

Updated : Oct 4, 2022, 8:11 PM IST

શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં થશે એન્ટ્રી, કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ આપ્યા સંકેત
શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં થશે એન્ટ્રી, કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ આપ્યા સંકેત

ન્યૂઝ ડેસ્ક :શંકરસિંહ વાઘેલા-બાપુ ફરી (Former CM Shankarsinh Vaghela) એકવખત કોંગ્રેસમાંમોટાપદ પર બિરાજી શકે એવા એંધાણ છે. અર્જુન મોઢવાડિયા સાથે પ્રેસ કોન્ફરન્સ કરી તેમણે ફરી કોંગ્રેસમાં સક્રિય થવાની ઈચ્છા દર્શાવી હતી. ચૂંટણી નજીક આવતા શંકરસિંહ ફરી એકવખત સક્રિય થયા છે. આ પહેલા પણ તેમણે કોંગ્રેસમાં જો઼ડાવવાના એંધાણ આપ્યા હતા. પણ સમયાંતરે આ મુદ્દો શાંત થઈ જતા રાજકીય માહોલમાં પરિવર્તન આવ્યું હતું.

શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં થશે એન્ટ્રી, કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ આપ્યા સંકેત

કોંગ્રેસથી અલગ થયાઃ અર્જુન મોઢવાડિયા (Congress leader Arjun Modhwadia) પહેલા શંકરસિંહ વાઘેલાએ ગાંધીનગરમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. એ પછી વિવાદીત નિવેદન પણ આપ્યું હતું. વર્ષ 2017માં શંકરસિંહ કોંગ્રેસમાંથી અલગ થયા હતા. જનશક્તિ પાર્ટી તરફી ચૂંટણી લડવાની જાહેરાત બાદ અપક્ષ ઉમેદવારોને ટેકો આપ્યો હતો. ગુજરાતમાંચૂંટણીને લઇને ગણતરીના જ દિવસો બાકી છે અને તમામ રાજકીય પાર્ટીઓ અત્યારે ચૂંટણીમાં પોતાનો સત્તા સ્થાપિત કરવા માટે રંગ દેખાડવામાં આવી રહી છે.

મોઢવાડિયાના સંકેતઃ કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાને લઈને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ બાબતને લઈને એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે કે શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં એન્ટ્રી થઈ શકે છે. કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા એ આ સંકેત આપ્યા છે. આની સાથે જ મોઢવાડિયા એ જણાવ્યું હતું કે હાઈ કમાન્ડ અને બાપુ સતત છેલ્લા ઘણા સમયથી સંપર્કમાં રહેલા છે અને અમારા પ્રદેશના નેતાઓની પણ લાગણી છે કે બાપુ કોંગ્રેસમાં જોડાઈ.

મોટી ચોખવટ કરીઃ દૂધસાગર ડેરીના કરોડો રૂપિયાના કૌભાંડ મામલે એસબીએ ગુનો નોંધીને પૂર્વમંત્રી વિપુલ ચૌધરી ની ધરપકડ કરી છે ત્યારે આ કેસમાં કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા અને પૂર્વ નેતા શંકરસિંહ વાઘેલાનું પણ તપાસમાં નામ ખૂલતાં મહેસાણા કોટે બંનેને 6 ઓક્ટોમ્બરે સાક્ષી તરીકે હાજર રહેવા માટે સમન્સ પાઠવ્યું હતું. આ મુદ્દે આજે અર્જુન મોઢવાડિયા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

મહાસભાનું આયોજનઃઅર્જુન મોઢવાડીયા અને શંકરસિંહ વાઘેલા 6 ઓક્ટોબરે મહેસાણામાં સાક્ષી હુકાંર મહાસભા કરશે. બંને દિગગજ નેતાઓના નામ ખુલતા બંને એક પક્ષમાં ના હોવા છતાં સાથે મળીને 6 ઓક્ટોબરે મહેસાણામાં મહાસભા યોજાશે. આ મહાસભામાં વિપુલ ચૌધરીના સમર્થકો સહિત હજારો લોકો આવવાના છે. વિપુલ ચૌધરીની જે તે સમયે ભલામણ કરવામા આવતા અર્જુન મોઢવાડીયા અને શંકરસિંહ વાઘેલાને કોર્ટે સાક્ષી તરીકે તારીખ 6 ઓક્ટોબરે હાજર રહેવા સમન્સ આપ્યું છે.

અમે ખુલાસો આપીશુંઃ શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું વિપુલ ચૌધરી સામે ડેરી અંગે જે કોઈપણ કેસ હોય તો કાયદા પ્રમાણે કાયદો કામ કરે. વિપુલ ચૌધરીની ભલામણ કેમ કરી તે અંગે અમારી પાસે ખુલાસો માંગવામાં આવશે તો અમે ખુલાસો આપીશું. ભલામણ કરવી કોઈ ગુનો નથી. કિન્નખોરીથી ડબલ એન્જીન સરકાર અમને હેરાન કરવાનું નક્કી કર્યું છે. અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે અમને સમન્સ આવ્યું છે તેનો જવાબ અમે જરૂરીથી આપીશું. વિપુલ ચૌધરી ચૂંટણી સમયે શરણાગતિ સ્વીકારતા નહોતા એટલે જેલમાં ગયા છે.સુરેન્દ્રનગરમાં સુરસાગર ડેરી અને બીજી ડેરીઓ કમલમમાં ભોગ ધરે છે.

Last Updated : Oct 4, 2022, 8:11 PM IST

ABOUT THE AUTHOR

...view details