ગુજરાત

gujarat

ETV Bharat / city

શંકરસિંહ વાઘેલાએ ભાજપના નેતાને ફોન કર્યાનો કર્યો ઈન્કાર - અમદાવાદ

ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલા થોડા દિવસોમાં કોંગ્રેસમાં ફરી જોડાવાના છે ત્યારે તેને લઈને અટકળો ચાલી રહી છે, પરંતુ શંકરસિંહ વાઘેલા દ્વારા ખાડિયા ભાજપના અગ્રણી મયુર દવેને મળવા માટેની વાત કરી હતી.

શંકરસિંહ વાઘેલાની ટ્વિટ
શંકરસિંહ વાઘેલાની ટ્વિટ

By

Published : Feb 5, 2021, 4:48 PM IST

  • શંકરસિંહ વાઘેલા જોડાશે કોંગ્રેસમાં
  • મયુર દવેને મળવા માટે કર્યો ફોન
  • શંકરસિંહ વાઘેલાને મળી તેમની સાથે ભોજન પણ લેશે

અમદાવાદ: શંકરસિંહ વાઘેલાએ મયુર દવેને ફોન કર્યો હતો તેવી અટકળો ચાલી રહી છે અને મયુર દવેએ તેમને કોલ કર્યો હોવાનો તેમણે દાવો પણ કર્યો છે, ત્યારે મયુર દવે દ્વારા એવી પણ ચોખવટ કરવામાં આવી છે કે, ચૂંટણી બાદ તેઓ શંકરસિંહ વાઘેલાને મળશે અને તેમની સાથે ભોજન પણ લેશે.

મયુર દવેનું નિવેદન
મયુર દવેને શંકરસિંહ વાઘેલાએ ફોન કર્યો હોવાની વાતને ખોટી ઠેરવતી ટ્વિટભાજપના અગ્રણીઓ દાવો કરી રહ્યા છે કે, તેમને શંકરસિંહ વાઘેલાએ ફોન કર્યો હતો અને મળવા માટેની વાત કરી હતી, પરંતુ શંકરસિંહ બાપુ એ વાતને ખોટી ઠેરવી રહ્યા છે અને તેમના IT સેલના હેડ પાર્થેશ દ્વારા ટ્વિટ કરીને મયુર દવેની વાતને ખોટી ગણાવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details