શહેરની પાંચ વર્ષની બાળકી શનાયા ત્રિવેદીને ઇન્ડિયા બૂક ઓફ રેકોર્ડમાં સ્થાન - Art
કળા એ ભગવાનની દેન છે અને કળાને કોઇ બાધ નથી. ન નાની ઉંમર નડે છે ન એને કોઈ ભાષાની જરૂર હોય છે. અમદાવાદની ફક્ત પાંચ વર્ષની બાળકી શાળાએ પોતાના નાના એવા હાથથી સુંદર પેઇન્ટિંગ અને ખાવાની અલગ-અલગ રેસીપી બનાવીને ઇન્ડિયા બૂક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.
![શહેરની પાંચ વર્ષની બાળકી શનાયા ત્રિવેદીને ઇન્ડિયા બૂક ઓફ રેકોર્ડમાં સ્થાન શહેરની પાંચ વર્ષની બાળકી શનાયા ત્રિવેદીને ઇન્ડિયા બૂક ઓફ રેકોર્ડમાં સ્થાન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7933802-thumbnail-3x2-record-7207084.jpg)
શહેરની પાંચ વર્ષની બાળકી શનાયા ત્રિવેદીને ઇન્ડિયા બૂક ઓફ રેકોર્ડમાં સ્થાન
અમદાવાદઃ ફેબ્રુઆરી મહિનામાં અમદાવાદમાં યોજાયેલા પેઇન્ટિંગ શોમાં જાતે બનાવેલ પેઇન્ટિંગ સાથે શનાયાએ એક્ઝિબિશનમાં ભાગ લીધો હતો. આ શોમાં અલગ-અલગ ૫૮ જેટલા સિનિયર આર્ટિસ્ટે ભાગ લીધો હતો જેમાં શનાયા સૌથી નાની વયની પાર્ટિસિપન્ટ હતી. તેમ જ તેણે બનાવેલાં બન્ને ચિત્રો તરત જ વેચાઈ ગયાં હતાં. શનાયા અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલમાં જુનિયર કે.જી.માં અભ્યાસ કરે છે. જોકે કહી શકાય કે શનાયાને આ કળા માતા સપના કે જેવો ફાઈન આર્ટ્સના સ્ટુડન્ટ રહ્યાં છે અને પિતા એડવોકેટ રિદ્ધેશ ત્રિવેદી દ્વારા જ મળી છે.
શહેરની પાંચ વર્ષની બાળકી શનાયા ત્રિવેદીને ઇન્ડિયા બૂક ઓફ રેકોર્ડમાં સ્થાન