ગુજરાત

gujarat

ETV Bharat / city

Shaktisinh Question in Parliament : સાબરમતી નદી શુદ્ધિકરણ યોજનાના ગંજાવર ખર્ચ વિશે ન્યાયિક તપાસ થશે? - Sabarmati River Purification Scheme

રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલ (Congress MP Shaktisinh Gohil in Rajya Sabha ) દ્વારા સાબરમતી નદી શુદ્ધિકરણ યોજના (Sabarmati River Purification Scheme) વિશે પ્રશ્ન પૂછવામાં આવેલો (Shaktisinh Question in Parliament) હતો. જેના જવાબ તેમને સરકાર તરફથી જે લેખિત માહિતી મળી તે પ્રમાણે સાબરમતીને શુદ્ધ બનાવવા 282.17 કરોડ રુપિયાનો ખર્ચ થઇ ચૂક્યો છે. જેને લઇને ગોહિલે મોટા ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે.

Shaktisinh Question in Parliament : સાબરમતી નદી શુદ્ધિકરણ યોજનાના ગંજાવર ખર્ચ વિશે ન્યાયિક તપાસ થશે?
Shaktisinh Question in Parliament : સાબરમતી નદી શુદ્ધિકરણ યોજનાના ગંજાવર ખર્ચ વિશે ન્યાયિક તપાસ થશે?

By

Published : Jul 18, 2022, 6:33 PM IST

નવી દિલ્હી/અમદાવાદઃ આજે સંસદના ઉપલા ગૃહમાં( રાજ્યસભા )માં કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલ (Congress MP Shaktisinh Gohil in Rajya Sabha )દ્વારા સાબરમતી નદી શુદ્ધિકરણ યોજના (Sabarmati River Purification Scheme)વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તેમણે પ્રશ્ન (Shaktisinh Question in Parliament) ઉઠાવ્યો હતો કે છેલ્લા ત્રણ વર્ષમાં સાબરમતી નદીને શુદ્ધ કરવા માટે કેટલા રૂપિયાનો સરકારે ખર્ચ કરેલો છે ?

ગોહિલે મોટા ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી તપાસની માગણી કરી

સરકારે શું આપ્યો જવાબ-આ પ્રશ્નના (Shaktisinh Question in Parliament) જવાબમાં સરકારે જવાબ આપ્યો હતો કે છેલ્લા ત્રણ વર્ષમાં જુદા જુદા પ્રોજેક્ટ (Sabarmati River Purification Scheme) મારફત રૂ.282.17 કરોડ રૂપિયાનો ખર્ચ સાબરમતી નદી શુદ્ધિકરણ માટે (Expenditure for Sabarmati purification ) કરવામાં આવેલો છે.ત્યારે શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે હકીકતમાં આટલી મોટી રકમ ખર્ચાયા છતાં સાબરમતિ નદીમાં પ્રદૂષણની ભરપૂર અસર અને ગંદકી મળે છે.

એમિક્સ ક્યૂરી રીપોર્ટ શું ઉજાગર કરે છે -શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Question in Parliament) સાબરમતી નદી શુદ્ધિકરણ (Sabarmati River Purification Scheme)વિશે વધુ જણાવ્યું કે નામદાર હાઈકોર્ટે 14 સપ્ચેમ્બર 2021ના રોજ જોઈન્ટ ટાસ્કફોર્સ રચી હતી તેમજ એક સીનીયર વકીલને AMICUS CURIE તરીકે નિયુક્ત કરેલા હતાં. નામદાર હાઈકોર્ટ સમક્ષ જાહેરહિતની અરજીમાં સ્પષ્ટ રીતે એ વાત ઉજાગર થઇ હતી કે ઉદ્યોગો દ્વારા ગેરકાયદે રીતે ગંદુ પાણી સીધું જ સાબરમતી નદીમાં નાખી દેવામાં આવે છે. અમદાવાદ મહાનગરપાલિકાએ પણ આ ક્ષતિઓનો સ્વીકાર કર્યો હતો.

આ પણ વાંચોઃ IPL FINAL 2022 : સાબરમતી નદીની તાત્કાલિક ધોરણે સફાઈ શરૂ કરાઇ, આ કારણે કરવું પડ્યું!

આ છે મોટું કારણ-રીપોર્ટમાં એ પણ નોંધાયું છે કે વરસાદી પાણીના નિકાલની પાણીની પાઈપ લાઈનો સાથે ગટરના પાણીના નિકાલની પાઈપ લાઈનોના જોડાણ કરી દેવાથી જ વરસાદી પાણીનો અમદાવાદમાં ભરાવો થાય છે. જેનાથી લોકોને પારાવાર મુશ્કેલીઓ ભોગવવી પડે છે. રૂ. 282.17 કરોડ રૂપિયા (Expenditure for Sabarmati purification ) માત્ર ત્રણ વર્ષમાં સાબરમતી નદીના શુદ્ધિકરણ (Sabarmati River Purification Scheme)માટે વાપરવામાં આવ્યાં હોય તેમ છતાં સાબરમતી નદીનું પાણી સતત પ્રદૂષિત જોવા મળ્યું છે. તેમ જ અમદાવાદના વરસાદી પાણીનો નિકાલ થતો નથી જે સ્પષ્ટ દર્શાવે છે કે વર્તમાન શાસન ખૂબ જ મોટાપાયે ભ્રષ્ટ્રાચાર કરે છે. 282.17 કરોડનો ખર્ચ મોટા ભાગે કાગળ પર દર્શાવીને પૈસા ખાઈ જવામાં આવેલા છે તેવો ઇશારો શક્તિસિંહ ગોહિલે કર્યો હતો.

આ પણ વાંચોઃ Gujarat Nadi Mahotsav: ગુજરાતની 22 નદીઓ અતિ પ્રદુષિત છત્તા સરકાર ઉજવી રહી છે 'નદી મહોત્સવ'

સમસ્યા દૂર કરવા પ્રયાસ- પીએમ મોદીનો સાબરમતી નદી પરનો ડ્રીમ પ્રોજેક્ટ રીવરફ્રન્ટ છે. સૌથી પહેલો રીવરફ્રન્ટ અમદાવાદના સાબરમતી નદી પર બન્યો હતો. તે પછી અન્ય શહેરોમાં બનાવ્યો છે. જો કે સાબરમતી નદીમાં પાણી નથી હોતું અને ગંદકી દૂર કરી શકાઈ (Sabarmati River Purification Scheme) નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અનેક વખત મશીન મૂકીને લીલ દૂર કરવાનો પ્રયાસ (Expenditure for Sabarmati purification ) કરાયો છે. તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટદ્વારા કેમિકલયુકત પાણી સાબરમતી નદીમાં છોડવા પર પ્રતિબંધ મુક્યો હતો, ત્યાર પછી અમદાવાદની સાબરમતી નદીના કિનારે આવેલ ટેક્સ્ટાઈલ પ્રોસેસિંગ યુનિટ બંધ થઈ ગયા છે. કોર્પોરેશન સતત પ્રયત્ન કરતું રહે છે, પણ નદીની ગંદકી દૂર કરી શકાતી નથી.

ABOUT THE AUTHOR

...view details