ગુજરાત

gujarat

ETV Bharat / city

શાહપુર હિંસા: તમામ 27 આરોપીઓને જામીન મળ્યાં - લૉક ડાઉન

ગત મે મહિના દરમિયાન અમદાવાદના શાહપુર વિસ્તારમાં લૉકડાઉન દરમિયાન સ્થાનિક લોકો અને પોલીસ કર્મચારીઓ વચ્ચે થયેલા ઘર્ષણ કેસમાં મંગળવારે અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે અન્ય બે આરોપીઓને જામીન મંજૂર કરતાં આ કેસના તમામ 27 આરોપીઓ જામીન પર મુક્ત થયાં છે. ગુજરાત હાઈકોર્ટ અને અમદાવાદ સેશન્સ કોર્ટ દ્વારા આ જામીન મંજૂર કરવામાં આવ્યાં છે.

શાહપુર હિંસા : તમામ 27 આરોપીઓને જામીન મળ્યાં
શાહપુર હિંસા : તમામ 27 આરોપીઓને જામીન મળ્યાં

By

Published : Aug 4, 2020, 2:53 PM IST

Updated : Aug 4, 2020, 3:16 PM IST

અમદાવાદઃ લાલ દરવાજા ખાતે આવેલી અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે શાહપુર હિંસામાં સંડોવાયેલા આરોપી અબ્દુલ્લા ઉસ્માનની અને અનવર કરીમના રેગ્યુલર જામીન મંજૂર કર્યા હતા. આ સિવાય ગત સપ્તાહ દરમિયાન ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસમાં ત્રણ આરોપીઓને જામીન મંજુર કરવામાં આવ્યાં હતાં. આમ તબક્કાવાર રીતે ગુજરાત હાઇકોર્ટને અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા આરોપીઓના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. આ કેસના તમામ ૨૭ આરોપીઓ હાલ જામીન પર બહાર છે.

શાહપુર હિંસા : તમામ 27 આરોપીઓને જામીન મળ્યાં
અગાઉ ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ એ.જી ઉરાઈઝીએ ત્રણ આરોપીઓના જામીન મંજૂર કર્યા હતાં. 10 હજારના પર્સનલ બોન્ડ પર રેગ્યુલર જામીન મંજૂર કરવામાં આવ્યાં છે. જ્યારે અન્ય બેંચે પાંચ આરોપીઓના જામીન ફગાવાયાનું વલણ દાખવતાં અરજી પરત ખેંચી લેવામાં આવી હતી.
શાહપુર હિંસા : તમામ 27 આરોપીઓને જામીન મળ્યાં
આ સમગ્ર કેસની વિગત એવી છે કે ૮મી મેના રોજ લોકડાઉન દરમિયાન કર્ફ્યુ લગાવવામાં આવ્યો હતો ત્યારે સ્થાનિકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને ત્યારબાદ પોલીસે આ કેસમાં 27 આરોપીઓની ધરપકડ કરી હતી.
Last Updated : Aug 4, 2020, 3:16 PM IST

ABOUT THE AUTHOR

...view details