- ભારતમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઘુસાડનાર શાહીદ કાસમ સુમરા ઝડપાયો
- દુબઇથી દિલ્હી આવતાં ગુજરાત ATSએ દિલ્હી એરપોર્ટ ખાતેથી જ દબોચી લીધો
- ISI સહિત અનેક આતંકવાદી સંગઠનો સાથે સંપર્કમાં હતો સુમરા
- 2670 કરોડનું ડ્રગ્સ ભારતમાં ઘુસાડયું
અમદાવાદઃ ગુજરાત રાજ્યના દરિયાકિનારેથી અનેક વખત મોટી માત્રામાં ડ્રગ્ઝ મળી આવ્યું છે. કરોડો રૂપિયાના ડ્રગ્ઝને ગુજરાતમાં ઘુસાડવામાં આરોપી શાહીદ સુમરાનો મોટો રોલ હોવાનું ગુજરાત ATSની તપાસમાં આવ્યું. જ્યારે પાડોશી દેશમાંથી drugs દરિયા મારફતે ગુજરાતમાંથી દેશમાં ઘૂસાડવામાં આવતું હોવાને લઈ એટીએસ ( Gujarat ATS) દ્વારા અનેક આરોપીની અગાઉ પણ ધરપકડ કરવામાં આવી હતી અને ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે.
આતંકવાદીઓ સાથે મળીને પણ કામ કરતો હતો
ગત જાન્યુઆરીમાં જખૌથી આશરે 40 કિ.મી.ના અંતરે દ્રાક્ષ ભરેલી પાકિસ્તાની બોટ ભારતીય જળ સીમામાં જ ત્રણે સુરક્ષા એજન્સીઓએ સંયુક્ત ઓપરેશન કરીને ઘેરી લીધી હતી. તેમજ બોટનો કબજો કરીને કોસ્ટ ગાર્ડ મથકે લાવવામાં આવી હતી. ત્યારે બોટમાંથી પાંચ પાકિસ્તાની શખ્સો ઝડપાયા હતાં. ત્યારે આરોપી વોન્ટેડ હતો. જે 500 કિલો હેરોઇનના ગુનામાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. આરોપી ઈરાન, ઈરાક અને પાકિસ્તાનમાં પણ ગેરકાયદેે જઈને આવ્યો છે. ક્યારેક આતંકવાદી સંગઠનો સાથે મળીને તે કામ કરતો હતો. તેને લઈને જ તે અવારનવાર ઈરાન, ઈરાક, ગલ્ફ તેમજ દક્ષિણ આફ્રિકા જેવા દેશોમાં પણ ફરીને આવ્યો છે.
આ પણ વાંચોઃકચ્છનાં દરિયામાંથી 150 કરોડના હેરોઇન સાથે 8 પાકિસ્તાની ઝડપાયા
વર્ષ 2018માં દ્વારકામાંથી પકડાયેલા હેરોઈનમાં તેનું નામ પ્રથમ વખત આવ્યું હતું સામે
વર્ષ 2018માં દેવભૂમિ દ્વારકાના સલાયા પાસેથી પાકિસ્તાનથી મોકલાયેલું 5 કિલોગ્રામ હેરોઈન પકડાયું હતું. જેમાં આરોપી તરીકે શાહિદ સુમરાનું નામ પ્રથમ વખત સામે આવ્યું હતું. 2018થી 2021 સુધીમાં ગુજરાત અને પંજાબમાંથી પકડાયેલા કુલ 2500 કરોડથી વધુની કિંમતના 530 કિલો હેરોઈનના 4 કેસમાં તેનું નામ સામે આવ્યું હતું. આ 4 કેસ પૈકી 3 કેસની તપાસ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ને સોંપવામાં આવી છે. જ્યારે એક કેસની તપાસ ગુજરાત ATS પાસે છે.